Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

માંગરોળ- કલ્‍યાણપુર-૨, પાલીતાણા- ગારીયાધારમાં ૧ાા ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં મિશ્ર વાતાવરણ સાથે ધુપ-છાંવઃ કયાંક ભારે તો કયાંક હળવો વરસતો વરસાદ

રાજકોટ,તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના માહોલ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જીલ્લાના માંગરોળ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં ૨ ઇંચ તેમજ ભાવનગર જીલ્લાના પાલીતાણા અને ગારીયાધારમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે.

ભાવનગર જિલ્લાના ગ્રામ્‍ય પંથકમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લાના પાલિતાણા અને ગારીયાધારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્‍યો છે જયારે વલભીપુરમાં એક ઇંચ અને તળાજા -સિહોર માં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે આજે સોમવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગરના ગારીયાધારમાં ૪૨ મી.મી.,પાલીતાણાવમાં ૪૦ મી.મી., વલભીપુરમાં ૨૯ મી.મી., સિહોરમાં ૧૪ મી.મી.તળાજા માં ૧૧મી.મી. ઉમરાળામાં ૫ મી.મી. અને જેસર ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫/૬/૭ ઓગષ્‍ટ વરસાદ હળવો શરૂ થશે તેવી ખંભાળીયાના હવામાન આગાહી કાર કનુભાઇ કણઝારીયાની આગાહી સાચી પડી હોય તેવી ગઇ કાલે જિલ્લાના ચારમાંથી ત્રણ તાલુકામાં હળવા ઝાપટા પડયા હતા. જ્‍યારે આજે સવારે સાડા સાત વાગ્‍યાથી ખંભાળીયા તથા દ્વારકામાં ઝરમરીયો વરસાદ શરૂ થયો છે. જે સવારે બંને તાલુકામાં અડધા ઇંચ ઉપરાંત નોંધાયો હતો. તો કંપનીના વિસ્‍તારો નજીકના ગામોમાં અડધો પોણો ઇંચ વરસાદ પડયો હતો. આજે સવારે કલ્‍યાણપુરમાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહતમ ૩૨.૫, લઘુતમ ૨૬.૮, ભેજ ૯૨ ટકા, પવન ૫.૧ કિ.મી.ની ઝડપે ફુંકાય છે. આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ધ્રોલ, જામનગર અને કાલાવડમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : છેલ્લા ૨૪ કલાકમાં માંગરોળમાં ૨ ઇંચ, મેંદરડા દોઢ તથા ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળીયાહાટીના, વંથલી, વિસાવદર, માણાવદરમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

(12:49 pm IST)