Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગોંડલઃ આપઘાતની અમુક ઘટનાઓમાં હનીટ્રેપ કે વિડીયોકોલ દ્વારા બ્લેકમેલીંગ કારણભૂત ?

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: ગોંડલ પંથકમા રોજબરોજ આત્મહત્યા ની ગોજારી ઘટનાઓ બની રહી છે.છેલ્લા વીસ દિવસ મા પંદર થી વધુ આત્મહત્યાના કીસ્સા બહાર આવ્યા છે. આ માટે મુખ્યત્વે બેરોજગારી કે ઘર કંકાસ અથવા પ્રેમ પ્રકરણ કારણભૂત બનતા હોય છે. પરંતુ એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હાલમા હનીટ્રેપની ઘટનાઓ ખુબ બની રહી છે. હનીટ્રેપમા ફસાયેલી વ્યકિત સમાજમા આબરુ જવાના ડર થી ફરિયાદ નથી કરતી.એટલે આવા કિસ્સા પોલીસ ચોપડે ભાગ્યે જ ચડે છે.આમ ફસાયેલા વ્યકિત માટે કોઈ રસ્તો નહી બચતા આખરે આત્મહત્યાનો રાહ પકડે છે.વધુમા શોશ્યલ મીડીયામા કે કેસબુક ઇનસ્ટ્રાગ્રામ દ્વારા પણ  યુવતીઓ સાથે ચેટીંગમા લલચાઇ વિડિયો કોલ દ્વારા એકબીજા ના કપડા ઉતારવા ની બિભત્સ લાલસામા બ્લેકમેલીંગનો ભોગ અનેક યુવાનો બની રહ્યા છે. સમાજના બદનામીનો ડર અને બ્લેકમેલીંગના પૈસા આપીના શકવાને કારણે  સુંવાળી લાલસા માં ફસાયેલા યુવાનોને આખરે આત્મહત્યા નો રાહ પકડવો પડે છે. આ દુષણ રોજબરોજ ખૌફનાક બની રહ્યુ છે.હનીટ્રેપ કે વિડીયો બ્લેકમેલીંગની ઘટનાઓ અખબારો માં ચમકતી રહેતી હોવા છતા લોકો લાલસા છોડી શકતા નથી.પોલીસ પાસે પહોંચવા ની હિંમત ના હોઈ તેનો અંત આત્મઘાતી બને છે.
અલબત્ત ગોંડલની ઘટનાઓમાં આર્થિક ભીંસ સહીત અન્ય કારણો પોલીસ ચોપડે નોંધાયા છે પણ કેટલાક બનાવોમાં બહાર નહી આવેલા કારણોનુ સત્ય બિહામણુ પણ હોઇ શકે.
લોકો સાવચેત બને અને સુંવાળી લાલસા માં પોતાના ગેરઉપયોગ સાથે ઘાતક પુરવાર ના થાય એ તકેદારી રાખવી અત્યંત જરુરી છે. માતા પિતા પણ પોતાનાં ટીનએજસ સંતાનો પ્રત્યે ગંભીરતા દાખવે એ જરુરી છે.

 

(1:13 pm IST)