Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામનગર જીલ્લામાં ૫ જગ્‍યાએ જુગાર દરોડોઃ ૮ મહિલા સહિત ૨૮ ઝડપાયા

પીઠડ

 જોડીયા પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. દિલીપભાઈ નાગરભાઈ તલાવડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૮-ર૦રરના પીઠડ ગામે ગાત્રાળ માતાના મંદિર સામે આરોપી બાબુભાઈ રાજાભાઈ સોઢીયા એ પોતાના અંગત ફાયદા સારૂ પોતાના મકાનમાં અન્‍ય આરોપીઓ જગદીશભાઈ નાગજીભાઈ વાઘેલા, અબાસભાઈ મુસાભાઈ મોગલ, વિનોદગીરી તુલસીગીરી ગૌસ્‍વામી, કિશોરભાઈ કુવરજીભાઈ પાડલીયા , ભરતભાઈ મોહનભાઈ જીવાણી, પ્રકાશ મહાદેવભાઈ ઘોડાસરા, કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી એ  ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧,૩ર,ર૦૦/-તથા મોબાઈલ નંગ-૮, કિંમત રૂ.૩૧૦૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂ.રપ,૦૦૦/- મળી કુલ રૂ.૧,૮૮,ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કડીયાવાડમાં

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાણાભાઈ વેજાણંદભાઈ આંબલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૮-ર૦રરના કડીયાવાડ ઘાણીવાડી શેરીમાં આરોપી દિવ્‍યાબેન કિશોરચંદ પંડીયા, વીણાબેન દિનેશભાઈ લાલાણી, મીનાબેન પ્રફુલભાઈ લાખાણી, મધુબેન મુકુદભાઈ ભટ્ટી, ગીતાબેન કિશોરભાઈ પારેખ, હેતલબેન હિરેનભાઈ લાખાણી, ઈલાબેન ચેતનભાઈ ખેતાણી, અશ્વિનીબેન જીગ્નેશભાઈ રાઠોડ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખાનકોટડા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિર્મલસિંહ જગદીશસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૮-ર૦રરના ખાનકોટડા ગામમા મફતીયાપરામાં મહાકાળી માતાજીના મંદિર પાસેના મેદાનમાં આરોપીઓ કરશનભાઈ મયાભાઈ બાંભવા, સંજયભાઈ ગોકરભાઈ બાંભવા, રતાભાઈ મોતીભાઈ સોલંકી, દિનેશભાઈ કરમણભાઈ બાંભવા, વશરામભાઈ કરણાભાઈ બાંભવા, ભવાનભાઈ નાથાભાઈ બાંભવાએ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૬ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મેટીયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. એસ.આર.ચાવડાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૮-ર૦રરના મેટીયા ગામે ફોફળ ડેમના કાઠે આવેલ હરદેવસિંહ જાડેજાની વાડીએ આવેલ પાકી ઓરડી પાસે લીમડાના ઝાડા નીચે આરોપી જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા, રાજુભાઈ છગનભાઈ ટાંક, અમીતભાઈ નટવરલાલ જોષી, મુન્‍ના વેરશીભાઈ જેજરીયા, અમીનભાઈ ગફારભાઈ ઘાંચી, કલ્‍પેશગીરી અમૃતગીરી ગૌસ્‍વામી, સરોજબેન સુરેશભાઈ અમૃતભાઈ રાવલ, અનીષાબેન યુસુફભાઈ મોહબતખાન પઠાણ, શોભનાબેન પ્રવિણભાઈ નંદલાલ જોષી, શ્રઘ્‍ધાબેન અમીતભાઈ નટવરલાલ જોષીએ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૬ર,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૭ર,૮૦૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નવાગામ ઘેડ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેશભાઈ રાણાભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૮-ર૦રરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી શેરી નં.ર ગલીમાં આરોપીઓ રાજેશભાઈ પ્રવિણભાઈ બોરીચા, રાહુલભાઈ મુકેશભાઈ રાઠોડ, વિપુલભાઈ લલીતભાઈ કાનાબાર, ધર્મેશ રમેશભાઈ પરમાર, મયુર કિશનભાઈ પરમાર, જીગ્નેશ હરીશભાઈ બારડ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૩,૩પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

યુવાને આયખુ ટુકાવ્‍યું

અહીં મોહનગરના ઢાળીયા પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા શશીકાંતભાઈ ચંન્‍દ્રકાતભાઈ ટીલાવત, ઉ.વ.પ૭ એ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૭-૮-ર૦રરના મરણજનાર સાગર શશીકાંતભાઈ ટિલાવત બાવાજી, ઉ.વ.રર એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

(1:32 pm IST)