Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી તથા અગ્રણીઓ જૂનાગઢની નોબલ યુનિવર્સિટીની શુભેચ્‍છા મુલાકાતે

જૂનાગઢ : ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે ભવ્‍ય સમારોહ યોજાયો હતો. આ આયોજનના ભાગરૂપે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, રાજય કક્ષાના મંત્રીશ્રી દેવાભાઈ માલમ તથા અગ્રણીઓએ નોબલ યુનિવર્સિટીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીશ્રી તથા અન્‍ય અગ્રણીઓએ યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક સુવિધાઓ જેવી કે ડિજિટલ કલાસરુમ, લાઈબ્રેરી, અદ્યતન લેબોરેટરીઓ, વિશાળ કેમ્‍પસ તથા શૈક્ષણિક સ્‍ટાફ વિશે નોંધ લીઘી હતી અને સંસ્‍થાના સામાજિક તથા શૈક્ષણિક કાર્યને આવકાર્યુ હતું. આ મુલાકાત માટે યુનિવર્સિટીના પ્રેસિડેન્‍ટ નિલેષભાઈ ધૂલેશિયા, વાઇસ પ્રેસિડેન્‍ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્‍ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્‍ટ કે. ડી. પંડ્‍યા , એસો. પ્રેસિડેન્‍ટ પાર્થભાઈ ધૂલેશિયા, એસો. વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી પાર્થભાઈ કોટેચા, એસો. મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. મનીષભાઈ ત્રિવેદી, તથા એસો. કો-મેનેજિંગ ટ્રસ્‍ટી સિદ્ધાર્થભાઈ પંડ્‍યાએ માન. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અગ્રણીઓનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

 

(1:34 pm IST)