Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મહોર્રમ અને જન્‍માષ્‍ટમી તહેવાર નિમિતે સાવરકુંડલા ખાતે એસ.પી. હિમકરસિંહના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની મીટીંગ

સાવરકુંડલા : મહોરમ અને જન્‍માષ્ટમીના તહેવાર નિમિતે સાવરકુંડલા ખાતે મળેલ શાંતિ સમિતિ ની મીટીંગ માં અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ જણાવેલ કે  આવનારા તહેવારો શાંતિ અને એકતા રૂપી યોજવા અપીલ કરી હતી અમરેલી જિલ્લા નું સાવરકુંડલા સંવેદનશીલ છે તેવું સાંભળીયું છે પરંતુ આજે શાંતિ સમિતિની મીટીંગ માં જોતા હિન્‍દૂ મુસ્‍લિમની એકતા ખૂબ જ સારી છે  પોલીસ પ્રજા ની મિત્ર છે . તેમજ એકતા સાથે તહેવાર યોજવા અપીલ કરવા માં આવેલ હતી. આ પ્રસંગે ડી વાય એસ પી ચૌધરી. સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ પતિ રાજુભાઇ દોશી. સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ. સુન્ની મુસ્‍લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ઈરફાન કુરેશી. નગર પાલિકાના કાઉન્‍સિલર નસીરભાઈ ચૌહાણ. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઈકબાલ ગોરી. વિગેરેએ આવનારા તહેવારો પરસ્‍પર લાગણીસભર અને કોમી એકતા રૂપી યોજાઈ તેવું પોતાના પ્રવચનમાં જણાવેલ હતું આ શાંતિ સમિતિમાં જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા લાયન્‍સ ક્‍લબ ના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા. દેવચનભાઈ કપોપરા. જયસુખભાઈ નાકરાણી , કનુભાઈ ડોડીયા શહેર કૉંગ્રેસ પ્રમુખ, નગર સેવક નસીર ચોહાણ રાજુભાઇ નાગેચ.આસિફભાઈ કુરેશી. બીજલભાઈ બતાડા.વિજયસિંહ વધેલા. દિલવારભાઈ ભટ્ટી રાજુભાઇ શિંગાણા વિજયરાઠોડ નગમાં જાખરા અજિતભાઈ જોખયા. વિગેરે સાવરકુંડલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તાર માંથી હિન્‍દૂ અને મુસ્‍લિમ સમાજ અગ્રણી ઓ મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રહેલ હતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નું સન્‍માન ડી વાય એસ પી ચૌધરી કરેલ અને રાજુભાઇ દોશી નું સન્‍માન ટી સી પી આઈ વાધેલા  કરેલ હતું. આ કાર્યક્રમ નું સંચાલન નિરવભાઈ એ અને આભાર વિધિ સીટી પી આઈ વાધેલા એ કરેલ હતી. (તસ્‍વીર- અહેવાલ : ઇકબાલ ગોરી- સાવરકુંડલા) 

(1:37 pm IST)