Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ખંભાળીયાના ધરમપુરમાં એક સાથે મૃત પશુનો ઢગલો

પાલિકા તંત્ર દ્વારા ખાણના ખાડામાં નિકાલ કરાયો

(કૌશલ સવજાણી દ્વારા) :  ખંભાળીયા તા. ૮ :..  ધરમપુર ગ્રામ પંચાયત વિસ્‍તારમાં જિલ્લા સેવા સદન જતાં રસ્‍તા પર વર્ષોથી મૃત પશુઓના નિકાલ માટે જમીન હોય ત્‍યાં ખંભાળીયા પાલિકા તથા  આસપાસના પંચાયત વિસ્‍તારોના પશુઓનો મૃતદેહનો નિકલ થતો હોય હાલ પશુઓમાં રોગ ફેલાતા ત્‍યાં મૃતદેહો તો ઢગલો થઇ જતાં ફરીયાદ થતાં ગઇકાલે પાલિકા તંત્ર દ્વારા ટ્રેકટર જેસીબીની મદદથી તમામ મૃતદેહોને નજીકની ખાણના ઉંડા ખાડામાં નાખવા વ્‍યવસ્‍થા કરાઇ હતી જે કામગીરી મોડી રાત્રી સુધી ચાલી હતી જેમાં સેનીટેશનના રાજપાર ગઢવી, કિશોરસિંહ સોઢા તથા ટી. ડી. ઓ. કચેરીના અધિકારી પણ જોડાયા હતાં.

રઘુવંશી વેપારી દ્વારા ટ્રેકટર ભરી મીઠું મૃતદેહો નીકાલ માટે અપાયું

ખંભાળીયા વિસ્‍તારની ગાયોના મૃતદેહને જમીનમાં દાટવા તથા નિકાલ માટેની વ્‍યવસ્‍થામાં સલાયાના ડી. વી. સોલ્‍ટ વાળા હિતેશભાઇ પંચમતીયા તરફથી એક ટ્રેકટર ભરીને મીઠું વિનામૂલ્‍યે પશુ દહન માટે આપવામાં આવ્‍યું હતું જેનો પાલિકા તંત્ર દ્વારા પશુ દહનમાં ઉપયોગ કરાયો હતો.

(1:39 pm IST)