Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ભોગાત અને નજીકના ખેતરો પાણીથી તરબોળ થયા : વાડી વિસ્તારનાં માર્ગો પર ઘોડાપુર જોવા દ્રશ્યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮ :દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે.દરીયાઈ પટ્ટી વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત, નાવદ્રા, લાંબા, સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

ભોગાતમાં ધોધમાર વરસાદથી ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે.ધમાકેદાર બેટિંગ થી સ્થાનિક નદી નાળાઓમા નવા નિર આવ્યા છે.ભોગાત અને નજીકના ખેતરો પાણીથી તરબોળ થયા છે.વાડી વિસ્તારનાં માર્ગો પર ઘોડાપુર જોવા દ્રશ્યો સર્જાયા છે.વરસાદ ના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

(4:21 pm IST)