Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભાવનગરમાં મોંઘવારી- ભાવવધારાના વિરુદ્ધમાં વિવિધ સંગઠનો દ્વારા દેખાવો

સીટુ, કિસાન સભા, જનવાદી મહિલા સમિતિ, ડેમોક્રેટિક યુથ ફેડરેશન સહિતના સગઠનો દ્વારા આઝાદી આંદોલન ના "ભારત છોડો " આંદોલનની પર્વ સંધ્યા એ "ગાદી છોડો " ના સુત્રોચાર સાથે પાનવાડી ચોકમાં દેખાવો અને સુત્રોચાર સાથે કાર્યક્રમ યોજાયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: મોંઘવારી, બેકારી, સી એન જી, પટ્રોલ ડીઝલના ભાવ વધારા,વીજળીના દર વધારા અનાજ, છાશ દૂધ, પુસ્તકો ઉપરનો જી એસ ટીના પરિણામે જનતા પરેશાન છે
તે સામે આજ રોજ ભાવનગરમાં સીટુ, કિસાન સભા, જનવાદી મહિલા સમિતિ, ડેમોક્રેટિક યુથ ફેડરેશન સહિતના સગઠનો દ્વારા આઝાદી આંદોલન ના "ભારત છોડો " આંદોલનની પર્વ સંધ્યા એ "ગાદી છોડો " ના સુત્રોચાર સાથે પાનવાડી ચોકમાં દેખાવો અને સુત્રોચાર સાથે વિશાલ સંખ્યામાં કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અરૂણભાઇ મહેતા, નલીનીબેન જાડેજા સહિતના આગેવાનો તેમજ વિવિધ સગઠનના આગેવાનોએ ભાગ લીધો હતો.

(8:59 pm IST)