Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ

નિલકંઠ વિદ્યાલય ખાતે જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કરી ખૂબ જ સુંદર દેખાવ કર્યો

મોરબી :ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨નું આયોજન શહેરની નિલકંઠ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું જેમાં મોરબી જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કરી ખૂબ જ સુંદર દેખાવ કર્યો હતો
સ્પર્ધામાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા તેમજ નિલકંઠ વિદ્યાલય મોરબી દિપ્તીબેન સાવરિયા હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં ડો. ભાવનાબેન ભટ્ટ અને ડો. પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણાયક તરીકે મહત્વની ભૂમિકા નિભાવી હતી
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ૨૦૨૨ ના વિજેતાઓમાં પ્રથમ ક્રમે નવયુગ સંકુલ – વિરપર તથા દ્ધિતીય ક્રમે રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-હળવદ તથા તૃતીય ક્રમે શ્રી સરસ્વતી શિશુમંદિર -હળવદ વિજેતા થયેલ.વિજેતા થયેલ તમામ સ્પર્ધકો ને શિલ્ડ અને પ્રમાણપત્ર “અભય ઈલેક્ટ્રીક્સ કંપની-મોરબી” દ્રારા આપવામાં આવ્યા હતા
આ સ્પર્ધાના મુખ્ય સંયોજક તરીકે ધ્રુમીલભાઈ આડેસરા તેમજ સહસંયોજક તરીકે હિંમતભાઈ મારવણીયા રહેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર અને રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્રારા કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદ-મોરબીનાં પ્રમુખ ડો.જયેશભાઈ પનારા અને વરિષ્ઠ સભ્યો મનહરભાઈ કુંડારિયા, ચિરાગભાઈ હોથી,રમેશભાઈ છૈયા, વિનુભાઈ મકવાણા, દિનેશભાઈ હુંબલ વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:48 pm IST)