Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભુજના કૂકમા ગામે બે ભાઈઓ ઉપર હિચકારો હુમલો : એકની હત્યા

ગુનાખોરીને અંકુશમાં લાવવાના કડક કાયદા દેશી દારૂના ધંધાએ સજર્યું કમઠાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૮ :  એક બાજુ રાજય સરકાર ગુનાખોરીને અંકુશમાં લાવવા કડક કાયદાઓ લાવી રહી છે. બીજી બાજુ કચ્છમાં હવે ગામડાઓમાં પણ દેશી દારૂના ધંધાની સાથે મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે.

 

 ભુજના કૂકમા ગામે દેશીદારૂના ધંધાની માહિતી આપવાના મુદ્દે બે સગા યુવાન ભાઈઓ આઝાદ હુસેન કક્કલ અને રજબ હુસેન કક્કલ ઉપર બુટલેગરોએ સમાધાનને બહાને બોલાવીને તેમના ઉપર હિચકારો હુમલો કરી છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી ૨૨ વર્ષીય આઝાદ હુસેન કક્કલની હત્યા કરાઈ હતી, જયારે રજબને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પદ્ઘર પોલીસે આ બાબતે આરોપીઓ ઉંમર સુમાર બાફણ અને અકબર અબ્દુલ મિયાત્રાની ધરપકડ કરી લીધી છે. ત્રીજો આરોપી શોકતઅલી બરકતઅલી પઠાણ ફરાર છે. દેશી દારૂના બે ધંધાર્થીઓ વચ્ચે ચાલતા ઝઘડામાં બાતમી આપી હોવાની શંકાના આધારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.

(11:55 am IST)
  • આજે મોડી સાંજે મુંબઈ સહિત મહારાષ્ટ્ર પર વાદળો ઘેરાયેલા છે. નાસિક સહિત ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ગોવા ઉપર પણ વાદળા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત વાદળામુક્ત દેખાય છે. access_time 7:34 pm IST

  • આ શું હલચલ થઈ રહી છે ? : ક્રૂડ ઓઇલમાં ૬%, ચાંદીમાં ૩% અને સોનામાં ૧% નું હમણાં જ ગાબડું પડયું છે.. access_time 6:03 pm IST

  • ૭૬ વર્ષના શિબુ સોરેન કોરોનામાંથી હેમખેમ બચ્ચા :ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન ૨૧ ઓગષ્ટે કોરોનાથી સંક્રમીત થયેલ. ૧૬ દિવસની લાંબી સારવાર બાદ સ્વચ્છ થઇ તેઓ હરીયાણાની વેદાંતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છે. રાજયસભાના સભ્ય શિબૂ સોરેન થોડો દિવસ દિલ્હીમાં રહેશે અને ચોમાસુ સત્રમાં હાજરી પણ કદાચ આપશે. access_time 2:40 pm IST