Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગરની જી.જી. હોસ્પિટલને બોમ્બથી ઉડાડી દેવા ર આતંકવાદી ઘુસ્યા : અંતે મોકડ્રીલ હોવાનું ખૂલ્યું

જામનગર : ગુજરાત રાજયના ડી.જી.પી.શ્રી સમગ્ર ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે તેમજ અગાઉ દુશ્મન દેશના ભારત વિરોધી તત્વો દ્વારા દરિયાઇ રસ્તે ઘુસણખોરી કરી આતંકવાદી હુમલો કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાની દરિયાઇ સુરક્ષાની ચકાસણી કરવા અને વધુ સુદૃઢ બનાવવા પોલીસ અધિક્ષકશ્રી જામનગરનાઓએ સૂચના આપેલ જે અનુસંધાને માર્ગદર્શન મુજબ શ્રી કૃણાલ દેસાઇ, જામનગર ગ્રામ્ય વિભાગનાઓના સુપરવિઝન હેઠળ મોકડ્રીલ ગોઠવવામાં આવેલ જેમાં કે.એલ. ગાધે પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તથા વી.કે. ગઢવી પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા એલ.સી.બી. તથા સેન્ટ્રલ આઇ.બી. તથા સ્ટેટ આઇ.બી. જામનગર અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સામેલ હતાં. મોકડ્રીલ દરમ્યાન એસ.ઓ.જી.ને ખાનગી ઇનપુર મળેલ કે જીલ્લામાં આતંકવાદીઓ ઘુસણખોરી કરી જામનગરી સૌથી મોટી જી.જી. હોસ્પિટલને બોમ્બથી ઉડાવી અને ભારત સરકારને એવો સંદેશો આપવા માગતા હતાં કે ભારત દેશમાં કોઇ સુરક્ષીત નથી જે ખાનગી ઇનપુટ આધારે સમગ્ર જીલ્લામાં હાઇએલર્ટ જાહેર કરી સીક્કા પાસે દરિયામાંથી બે આતંકવાદીઓ લેન્ડીંગ કરી તથા જોડીયાના બાલાચડી વિસતારમાં બે આતંકવાદીઓ બોટ દ્વારા લેન્ડીંગ કરી રોડ રસ્તે આવતા હોયજે અનુસંધાને સીક્કા બાજુથી રોડ રસ્તે ઘુસણખોરી કરેલા બે આતંકવાદીઓને સમર્પણ સર્કલ પાસે કોર્ડન કરી હથિયાર તથા આર.ડી.એસ. બોમ્બ સાથે પકડી પાડી તેમજ બીજા બે આતંકવાદીઓ ટાઉન હોલ પાસે કોર્ડન કરી પકડી પાડેલ હતાં અને આ સમગ્ર મોકડ્રીલ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(11:14 am IST)