Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભાલ પંથકમાં વધુ ત્રણ કાળિયારના મૃતદેહ મળ્યા

ભાવનગરના અભ્યારણ્યમાં હરણના મૃતદેહનો સત્તાવાર આંક ફરી બાવીસ થયો

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૮ :.. ભાવનગરનાં ભાલ પંથકમાં વધુ ત્રણ કાળીયારનાં મૃતદેહ મળી આવ્યા છે. આજ સુધીમાં કાળીયારનાં મૃતદેહનો સત્તાવાર આંક રર થયો છે.

વેળાવદર ભાલ વિસ્તારમાં કાળીયારનું અભ્યારણ આવેલ છે જેમાં મોટી સંખ્યામાં કાળીયારનો વસવાટ છે. ભાવનગરમાં વરસાદી પાણી કાળીયાર માટે આફત લઇને આવ્યુ છે. તાજેતરમાં ભાલ પંથકમાં ભારે વરસાદથી પાણી ભરાતાં કેટલાક કાળીયારનાં ડૂબી જવાથી મોત નિપજયા છે. દરમ્યાન હજુ પણ આંક વિસ્તારમાં કાળીયારનાં મૃતદેહ મળી રહ્યા છે. આજે અભ્યારણ નજીકથી વધુ ત્રણ કાળીયારનાં મૃતદેહ મળી આવ્યા છે. આ સામે કુલ રર કાળીયારનાં વરસાદી પાણીથી મોત નિપજયું છે. ઉલ્લેખનીય છે કે અભ્યારણ અને ભાલ પંથકમાં રેસ્કયુ કરી વન વિભાગે ૮ કાળીયારનાં જીવ બચાવ્યા છે.

(11:17 am IST)