Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઉપલેટા માર્કેટયાર્ડમાં નવી જણસીના વેચાણનો ખેડૂતોની હાજરીમાં પ્રારંભ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૮ : ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ થયો છે તેમાં ઘણી જ જગ્યાએ અતિભારે વરસાદ અને નદીકાંઠાના ગામો પુરના પાણીથી પાક ધોવાઇ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છતા નિષ્ણાતો મગફળી કપાસ સહિતનો બમ્પર પાક થવાની ધારણા રાખી રહ્રયા છે. ગઇકાલે ઉપલેટા યાર્ડમાં નવા વર્ષની કપાસ રૂ.૨૫૦ થી ૩૦૦ અને મગફળી ૨૦૦ કિલોની આવક થયેલ ત્યારે યાર્ડના હોદ્દેદારો વેપારીઓ ખેડૂતોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન માધવજીભાઇ પટેલે શ્રીફળવધેરી શુભમુહુર્ત કરેલ તેમા કપાસ મણના રૂ.૩૦૦૦ અને મગફળીના ૮૬૧માં વેચાણ થયેલ આ તકે વાઇસ ચેરમેન રાજાભાઇ સુવા, સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા તથા યાર્ડના ડીરેકટરો કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)