Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભાવનગર જિલ્લામાં એક દિ'માં ૪૨ કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસ ૩૧૮૩

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૮ : ભાવનગર જિલ્લામા વધુ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૧૮૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૩ પુરૂષ અને ૮  સ્ત્રી મળી કુલ ૩૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૪ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૧૮૩ કેસ પૈકી હાલ ૫૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૫૯૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:46 am IST)