Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઓખા રઘુવંશી લોહાણા મહાજન દ્વારા રઘુવંશી તારલાનો સન્માન સમારંભ યોજાયો

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા.૮ : ઓખામાં કોરોના જેવી મહામારીની વિકટ પરિસ્થિતિમાં રઘુવંશી સમાજના બાળકો પ્રવૃતિમય રહે તે માટે લોહાણા મહાજન અને મહિલા મંડળ દ્વારા રઘુવંશી બાળકો માટે દેશભકિત ગીત ડાન્સ તથા ચિત્ર હરિફાઇનું ઓનલાઇન આયોજન કરેલ જેમાં ૬ થી ૧૮ વર્ષના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધો હતો.

ભાગ લીધેલ તમામ બાળકોનો ઉત્સાહ વધારવા લોહાણા મહાજનવાડી ખાતે સન્માન સમારોહ યોજાયેલ જેમાં મહાજનપ્રમુખ મનસુખભાઇ બારાઇ, ઓખા મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા સન્માનપત્ર તથા રઘુવંશી યુવા ઉદ્યોગપતિ મોહનભાઇ બારાઇ અને મીઠાપુરના રઘુવંશી શિક્ષક સંજયભાઇ કાનાણી પરિવાર તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે મીઠાપુરના યુવા અગ્રણીય સુનીલભાઇ બારાઇના સુપુત્ર મીલાપભાઇ બારાઇ કે જે ઓલઇન્ડિયા ઇન્ટરનલ જી મેઇન પરીક્ષામાં ૯૩.૬૪ પી આર સાથે રઘુવંશી સમાજનું ગૌરવ વધારવા બદલ ડો.પુષ્પાબેન દ્વારા સન્માનપત્ર એનાયત કરેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખા હાઇસ્કુલના ટીચર ચાંદનીબેન કોટેચા અને ઓખા રઘુવંશી મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.

(11:46 am IST)