Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જૂનાગઢ : આચાર્ય હિતેશભાઇ શીંગડીયાને રાજયપાલના હસ્તે એવોર્ડ

જૂનાગઢ : જિલ્લાના માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે વિનયમંદિર સારંગપીપળી હાઇસ્કુલ ખાતાના આચાર્ય હિતેશભાઇ શીંગડીયાને પ સપ્ટેમ્બર શિક્ષકદિને ગાંધીનગર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં રાજયકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ આચાર્ય એવોર્ડ અને રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરાયા છે. આચાર્ય હિતેશભાઇ દ્વારા ગ્રામ્યકક્ષાએ ઇન્ટરનેટ માધ્યમથી દાતાશ્રીઓનો સહયોગ મેળવી ભાનુવાડી વિજ્ઞાન ભવનનું નિર્માણ કરી શાળાનુ બિલ્ડીંગનુ સંપુર્ણ રીનોવેશન તેમજ લોકભાગીદારીથી શાળાની તમામ જરૂરિયાતો પુર્ણ કરાવી શાળા વિકાસમાં શ્રેષ્ઠ ભુમિકા ભજવી છે. સહઅભ્યાસિક પ્રવૃતિ સાથે શિક્ષણ આપી પર્યાવરણ અને સ્વચ્છતા ક્ષેત્રે ઉતમ કામગીરી કરતા રાજયકક્ષાએ તેને શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદ કરી સન્માનીત કર્યા છે. આચાર્યશ્રીને વર્ષ ૨૦૧૯માં પુજય રમેશભાઇ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ ગુરૂ એવોર્ડથી સન્માનીત કરેલ છે. ૨૦૧૭માં શાળાને શ્રેષ્ઠ શાળા એવોર્ડ અને વર્ષ ૨૦૧૮માં સ્વચ્છ શાળા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તે તસ્વીર.

(11:49 am IST)