Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણના જુના પીપળીયામાં ૫૦ રેપીડ ટેસ્ટ : તમામ નેગેટીવ

(વિજય વસાણી દ્વારા)આટકોટ,તા.૮: જસદણનાં કાનપર PHC નીચેના સબ સેન્ટર જુના પીપળીયા ગામે કોવીડ ૧૯ ના કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ જેમાં ગ્રામ જનોના કુલ ૫૦ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં બધાજ રીપોર્ટ નેગેટીવ આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

સરપંચ તથા આગેવાનો અને ગ્રામજનોના સાથ સહકાર થી આ કેમ્પ સફળ રહ્યો હતો જેમાં આરોગ્ય ટીમ ના તમામ કર્મચારી CHO : કોમલબેન દુધરેજીયા લેબ ટેકિનશિયન : લલિતાબેન ચાવડા FHW: આર. જે. દવે.FHS:ગનુબેન મયાત્રા. MPHW : પરેશ મિયાત્રા આશાવર્ક : રેખાબેન વાઘેલા.આશાવર્કર :કોમલબેન ચાવડાગોર હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : વિજય વસાણી -આટકોટ)

(11:49 am IST)