Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગોંડલમાં વોકિંગ ઝોનનું ખાતમુહુર્ત

ગોંડલ : ગોંડલ માં લોકોને વોકિંગ કરવા માટે વોકિંગ જોન નહીં હોવાથી વોકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં ધ્યાને આવતા આ અંગે પાલિકા તંત્ર નું ધ્યાન દોરતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલીક નિર્ણય લઈને ગોંડલ ની પ્રજા માટે સૌથી મોટું વોકિંગ જોન નું ટુક સમયમાં નિર્માણ કરવામાં આવશે અને લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.જેનું ખાત ખાતમુહૂર્ત કરાયું છે. તે તસ્વીરમાં આ પ્રસંગે ગોંડલ ધારાસભ્ય ના પુત્ર જયોર્તિઆદિત્યસિંહ જાડેજા,પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા,બાંધકામ ખાતા ના ચેરમેન કૌશિકભાઈ પડાડીયા,પાલિકા સદસ્ય ચંદુભાઈ ડાભી,શાસક પક્ષનાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા,રાજુભાઈ તન્ના, પાલિકા સદસ્ય પ્રકાશભાઈ સાટોડીયા,ધીરુભાઈ સરધારા,મનુભાઈ કોટડીયા, બટુકભાઈ સાવલીયા, સહિતના ઉપસ્થિત નજરે પડે છે.

(11:51 am IST)