Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના અંગે કર્મચારીઓની મિટીંગ યોજાઇ

ધોરાજી :  ધોરાજીમાં વધતા જતા કોરોના કેસ ને લઈને ધોરાજી તાલુકા બ્લોક ઓફિસ ખાતે ડેપ્યુટી કલેકટર મિયાણી મામલતદાર જોલાપરા બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી સહિતનાઓની હાજરીમાં તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં ડોર ટુ ડોર નો સર્વે અને ટેસ્ટિંગ અંગેની કાર્યવાહી હાથ ધરવા આ અંગે તાલીમ અપાઇ હતી આ સર્વેની કામગીરીમાં ધોરાજી શહેર માટે ૪૬ ટીમોની રચના કરવામાં આવેલ હતી. આ શિબિરમાં ડે. કલેકટર મિયાણી મામલતદાર જોલાપરા બ્લોક હેલ્થ ઓફિસર પુનીત વાછાણી તેમજ વિશાળ સંખ્યામાં સેવાભાવી કર્મચારીઓ હાજર રહેલ હતા.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:52 am IST)