Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ધોરાજીમાં કોરોનાનો કાળો કેર : ૮૦૦૦ સેમ્પલ લેવાતા લોકોમાં ફફડાટ : કોવિડ સેન્ટર જરૂરી

આળસના લીધે તંત્રની સેવામાં ઉણપ : મૃતકોની અંતિમવિધિ રાજકોટ કરાતા મુસ્લિમોમાં કચવાટ : વેપારી-ઉદ્યોગ મહામંડળ દ્વારા આવેદન

ધોરાજી તા.૮ : ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જેન્તીભાઈ પાનસુરીયા બીપીન ભાઈ મકવાણા વિગેરે અગ્રણીઓ દ્વારા રાજયના મુખ્યમંત્રી તેમજ રાજયના નાયબ મુખ્યમંત્રીને સંબોધીને ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી ને આવેદનપત્ર પાઠવ્યું હતું

ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના નું કાળ ચક્ર દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે ફેલાઈ રહ્યું છે કોરોના સંક્રમણ ના આંકડા ૫૪૩ ઉપર અને મૃત્યુઆંક ૨૯ ઉપર પહોંચવામાં છે ત્યારે ધોરાજી શહેરની વસતી એંસી હજાર આસપાસ છે ત્યારે વાસ્તવિકતાના આધાર ઉપર કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હશે અને હજુ પણ સંખ્યા કયાં પહોંચે તે કલ્પના લોકોને ધ્રુજાવી મૂકે છે.

અત્યારે કોરોના ચેકિંગ બાબતનો કલેકશન સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઊભું કરવામાં આવ્યું છે જેમાં કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા સેમ્પલ લઇ રાજકોટ મોકલવામાં આવ્યા છે તેમજ ૮૦૦૦ જેટલા દર્દીઓનો ધોરાજી ખાતે સેમ્પલ કરવામાં આવ્યો છે આ રિપોર્ટ ધોરાજીમાં કેટલી હદ સુધી પ્રસરી રહ્યો છે તેનો અંદાજ આવી રહ્યો છે

ધોરાજીમાં કોરોના પોઝિટિવ ના દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે અને સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે ત્યારે ધોરાજી થી દર્દીઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવે છે પરંતુ રાજકોટમાં મૃત્યુઆંક વધારે હોય અને દર્દીઓને આ બાબતનો વધુ ડર હોય જેથી રાજકોટ જવા માંગતા નથી અને ધોરાજીમાં રહે છે અને સંક્રમણ વધારે ફેલાય છે પરંતુ આ સંજોગોને ધ્યાનમાં લઇ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર માળનું બિલ્ડિંગ છે અને ૫૬ બેડ ધરાવતી સરકારી હોસ્પિટલ કાર્યરત છે અને તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે જેથી તાત્કાલિક અસરથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિદ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ની માગણી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં જે પ્રકારનો દ્યટતો સ્ટાફ અને ડોકટરો દ્યટે છે તે પણ તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી પણ માગણી છે

મુસ્લિમ સમાજની માંગ

તાજેતરમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઈ લકકડકુટાએ જણાવેલકે સ્થાનિક કક્ષાએ કોવિડ સેન્ટર બનાવવું જોઈએ. તેમજ જો કોઈ કોરોના પોઝિટિવ આવે તો તેમને રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાઈ છે. જયાં કોઈ દર્દીનું મોત થાય તો તેમની અંતિમવિધિ કે દફનવિધિ રાજકોટ ખાતે જ કરાઈ છે. ત્યારે બીજી તરફ નજર કરી તો મુસ્લિમ સમાજમાં વ્યકિતના મૃત્યુ બાદ તેમની કબર પર ફૂલ ચડાવવા કે ધાર્મિક વિધિ કરવા માટે શુ મૃતકના પરિવારજનોએ કાયમી રાજકોટ જવું ? મુસ્લિમ સમાજમાં પોતાના વતનમાં પોતાની દફનવિધિ થાય તેવું સમાજની માન્યતા છે. આથી કોરોના માં મૃત્યુ પામનારની ડેડબોડી તેમના પરિવારજનોને સોંપવી જોઈએ.

 આ ઉપરાંત થોડા સમય પહેલા ધોરાજી ના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓને જણાવેલકે મુસ્લિમ સંસ્થા રૂૃં દ્વારા ધોરાજી માં કોવિડ સેન્ટર માટે સ્થળની વ્યવસ્થા તેના માટેના જરૂરી સાધનો, ઈન્ફ્રાસ્ટ્રકચર અને સારવારનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા ઉઠાવશે માત્ર ડોકટરની વ્યવસ્થા કરવા જણાવેલ પરંતુ તંત્ર ની આળસને કારણે ધોરાજી ના ગરીબ, અને બીમાર દર્દીઓ આ સેવાથી વંચિત રહ્યા હતા.

(11:53 am IST)