Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઉનામાં અકસ્માતોને આમંત્રણ આપતા ભુગર્ભ ગટરના તુટી ગયેલા ઢાંકણા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૮: ભુગર્ભ ગટરના ઢાંકણા તુટેલા ખાડા પડી ગયેલા રોડ લેવલથી નીચે હોય વારંવાર અકસ્માતો થતા હોય તાત્કાલીક રીપેર કરી રોડ લેવલ ઢાંકણા બનાવવા રજુઆત કરવામાં આવી છે.

સામાજીક આગેવાન રસીકભાઇ ચાવડાએ પ્રાદેશીક કમિશ્નરશ્રી પ્રદેશ કચેરી નગર પાલીકા કચેરી ભાવનગર, ઉના નગર પાલીકાના ચીફ ઓફીસર તથા જીલ્લા કલેકટર શ્રી ફોટા સાથે રજુઆત કરેલ છે કે શહેરમાં નગરપાલીકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાનું કામ કરેલ છે. જેમાં દેકીવાડા રોડ ઉપર ચાર થાંભલીથી વિદ્યાનગર નાગનાથ મંદિર સુધી સોસાયટીના સિમેન્ટના રોડમાં લેવલથી નીચે ઢાંકણા છે.

ઘણા ગટરના ખાડામાં પાણી ભરાતા વાહન તથા રાહદારીઓ અકસ્માતના બનાવ બને છે. ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાતા ગટરના ઢાંકણામાં પડવાથી ઇજાઓ થાય  છે તેથી એજન્સીએ બિનજવાબદારી કામ કરેલ છે. એગ્રીમેન્ટ મુજબ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. દિવસ સાતમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કાનુની રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઇ છે.

(11:57 am IST)