Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સાયલામાં ફાયરીંગની ઘટનાના ૧૩ મહિને ચાર આરોપીને ઝડપી લેતી સુરેન્દ્રનગર એલ.સી.બી.

વઢવાણ,તા. ૮: ગઇ તા.૦૬/૦૮/૨૦૧૯ના સાયલા-મુળી બાયપાસ રોડ ઉપર કોઇ અજાણ્યા માણસે સફેદ કલરની સ્વીફટ કારમાં આવી ચાલુ કારે  કાર પરે મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરી ઇજા કરી ગુન્હો કરેલ હોય જે અંગે સાયલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૦૦૭૫/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૦૭, ૩૨૩, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (૧-બી) એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરી તપાસ હાથ ધરવામા આવેલ.

આ કામે અજાણ્યા આરોપીઓની તપાસ કરી આરોપીઓ બાબતે તથા ગુન્હામાં વપરાયેલ સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર બાબતે ચોકકસ ફળદાયક હકીકત મેળવી ગુન્હો શોધી કાઢવા અંગે પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી. ટીમ તથા શ્રી ડી.વી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવી.નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ સર્કલ પો.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફ તથા પો.સબ.ઇન્સ.શ્રી સાયલા તથા સાયલા પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાનું જીણવટભરી રીતે નીરીક્ષણ કરી, શંકાસ્પદ ઇસમોની તથા આજુબાજુના વિસ્તાર વાળાઓની પુછપરછ કરી અજાણ્યા આરોપીઓ બાબતે તથા ગુન્હામાં વપરાયેલ સફેદ મારૂતી સ્વીફટ કાર બાબતે ચોકકસ હકીકત મેળવી ગુન્હો શોધી કાઢવા અંગે ખાનગી બાતમીદારો સક્રિય કરી, હ્યુમન સોર્સની સાથોસાથ ટેકનીકલ સોર્સીસથી તપાસ કરવા છતા કોઇ ફળદાયક હકીકત મળી આવેલ નહી.

 સદર અનડીટેકટ ખુનની કોશીષના કેસનો ભેદ ઉકેલવા મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી રાજકોટ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની રાહબરી હેઠળ સદર અનડીટેકટ ખુનની કોશીષનો ગુન્હો ડીટેકટ કરી આરોપીઓ તથા ગુન્હામાં વપરાયેલ સફેદ મારૂતી સ્વીફટ કાર શોધી કાઢવાની ચેલેન્જ પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ એલ.સી.બી. સુ.નગર નાઓએ ઝડપી, પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એન.કુરેશી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી સદર અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવા તમામ ટીમોને જરૂરી સુચના માર્ગદર્શન કરી સાથે રહી ઉંડાણપુર્વકની તપાસ આરંભવામા આવેલ. આ કામે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી કરાવતા ફરીયાદીશ્રીને રણછોડભાઇ કરશનભાઇ સાબંડ રહે.સુદામડા તા.સાયલા વાળા સાથે અગાઉની અરજી રજુઆતો તથા એટ્રોસીટી કેસ બાબતનુ મનદુખ ચાલતુ હોય તેમજ તે વ્યકિતએ ગુન્હો બન્યા સમયે પોતાની હાજરી કીસ્મત કાઠીયાવાડી હોટલમાં સી.સી.ટી.વી. કેમેરા સામે રાખી પોતાના સાગરીતો મારફતે સદર ગુન્હાને અંજામ આપેલ હોવાની શંકાસ્પદ હકીકત જણાય આવતા તે દિશામાં તપાસ તજવીજ હાથ ધરવામા આવેલ.

આ કામે ઉંડાણપુર્વકની તપાસના અંતે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ચોકકસ હકીકત મળેલ કે, આરોપીઓ (૧) રણછોડભાઇ કરશનભાઇ સાબંડ રહે.સુદામડા તા.સાયલા તથા (ર) ઇશ્વર ઉર્ફે ઇસુ રાજાભાઇ કલોતરા રહે.સુદામડા તા.સાયલા તથા (૩) દેવો ભીમશીભાઇ ખાંભલા રહે.ગરાંભડી તા.સાયલા તથા (૪) દશરથ કરશનભાઇ નાંગર રહે.થોરીયાળી તા.સાયલા વાળાઓએ ભેગા મળી આરોપી નં-૧ ના કહેવાથી તેની સ્વીફટ કાર સાથે સદર ગુન્હો આચરેલ હોય, તમામ આરોપીઓને સાયલા સુદામડા રોડ ઉપરથી સફેદ કલરની નંબર પ્લેટ વગરની મારૂતી સ્વીફટ કાર સાથે રાઉન્ડઅપ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી તમામને અલગ અલગ રાખી યુકિત-પ્રયુકિતથી ગુન્હાલગત પુછપરછ કરતા પ્રથમ તો પોતે આ બાબતે કાઇ જાણતા નથી કે ફાયરીંગનો ગુન્હો પોતે કરેલ નથી એમ હકીકત જણાવી બચવા પ્રયત્ન કરેલ પરતું સધન પુછપરછના અંતે તમામ આરોપીઓ ભાંગી પડેલ અને ફરીયાદી સાથે આરોપી રણછોડ કરશનભાઇને મનદુખ ચાલતુ હોય જેથી ગઇ તા.૦૫/૦૮/૨૦૧૯ ના રોજ સાંજના સાયલા શ્રીજી હોટલ ખાતે ભેગા મળી ફરીયાદી ઉપર ફાયરીંગ કરવાનુ નકકી કરી તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ ફરીયાદીનો સુદામડા ગામથી સાયલા કોર્ટ, ત્યાથી હાઇવે પર તથા સાયલા સર્કીટ હાઉસ સુધી પીછો કરી ફરીયાદી સાંજના સમયે પોતાની સ્વીફટ કાર લઇને સાયલાથી સુરેન્દ્રનગર તરફ જવા નીકળતા રણછોડના કહેવાથી દેવો ખાંભલા તથા ઇસુ કલોતરા તથા દશરથ નાંગરે રણછોડની મારૂતી સ્વીફટ કાર નં-જીજે-૧૩-એબી-૯૧૨૩ વાળીની નંબર પ્લેટ કાઢી લઇ તે ગાડીથી ફરીયાદીનો પીછો કરી બાયપાસ રોડ ઉપર મેલડીમાં મંદિર નાળા પાસે ફરીયાદીની કારની લગોલગ પોતાની કાર ચલાવી આરોપી દેવા ભીમશીએ દેશી હાથ બનાવટના બાર બોર સીંગલ બેરલના તમંચાથી ફરીયાદીની ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કરી તથા આરોપી દશરથ કરશને સદર તમંચાથી ફરીયાદીની ગાડી તરફ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરી, બાયપાસ તરફ નાશી જઇ, તેમજ આ બનાવ સમયે આરોપી રણછોડ કરશનભાઇએ કીસ્મત કાઠીયાવાડી હોટલમાં રોકાઇ તમામ આરોપીઓ સાથે મોબાઇલથી સતત સંપર્ક રહી, ફરીયાદીનુ લોકેશન આપી, ગુન્હો કર્યા બાદ આરોપીઓને ગુન્હાવાળી કાર સાથે મોરવાડ, સમઢીયાળા, કોરડા સુધી લઇ જઇ કોરડા ગામે સ્વીફટ કાર લોક કરી રેઢી મુકી પોતાની અન્ય કારમાં બેસાડી નાશી ગયેલ હોવાની તથા હથિયાર તમંચો સંતાડી દીધેલ હોવાની કબુલાત આપતા, ગુન્હામાં વાપરેલ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર એન્જીન નં-ઝ્ર૧૩ખ્૦૬૩૩૭૫૩ તથા ચેસીસ નં- પ્ખ્૩જ્ણ્ચ્ગ્૧લ્૦૦ ગ્૦૨૦૨૬ આર.ટી.ઓ રજી.નં-જીજે-૧૩-એબી-૯૧૨૩ વાળી કી.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી પંચો રૂબરૂ કબ્જે કરી મજકુર ચારેય આરોપીઓને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ અટક કરી તમામને સાયલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા જુવાનસિંહ મનુભા તથા નીકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્રારા અથાગ મહેનત કરી, ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ચોકકસ હકીકત મેળવી ખુનની કોશીષનો છેલ્લા ૧૩ માસથી અનડીટેકટ રહેલ ગુન્હો ડીટેકટ કરેલ છે.

(11:58 am IST)