Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લીંબડી જેલમાં ૩૯ કેદી- ૧ પોલીસમેનને કોરોના

મામલતદાર-નાયબ કલેકટર -આરોગ્ય વિભાગ -ડીવાયએસપીની ટીમો દોડી ગઇ

વઢવાણ,તા.૮: સુરેન્દ્રનગરના લીંબડીની સબ જેલમાં ૩૯ કેદીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે સબજેલના એક પોલીસ કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એકસાથે ૪૦ કોરોના પોઝિટિવ કેસને લઈ તંત્ર દોડતું થયું છે. લીંબડી મામલતદાર અને નાયબ કલેકટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ અને ડીવાયએસપીની ટીમ પહોંચી હતી.

આજે રાજયમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૩૩૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે એક જ દિવસમાં ૭૨ હજાર ૬૯૦ ટેસ્ટ કરાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧ લાખ ૫ હજાર ૬૭૧ પર પહોંચી છે. આજે ૧૫ દર્દીઓના મોત થતા રાજયમાં કુલ ૩૧૨૩ દર્દીઓના મોત થયા છે. તો રાજયમાં ૧૨૭૬ દર્દીઓ સાજા થઈ દ્યરે ગયા છે. કુલ ૮૬,૦૩૪ દર્દીઓ સાજા થયા છે. હાલ રાજયમાં ૮૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજયમાં ૧૬,૫૧૪ કોરોના એકિટવ કેસ છે.

(12:00 pm IST)