Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણ પાલિકામાં નવા ચેરમેન પદે કોણ? ભાજપ દ્વારા શોધખોળ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૮: જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની મુદ્દત ગત તા. ૩૦ ઓગષ્ટના રોજ પૂર્ણ થતાં હવે આગામી કારોબારી ચેરમેનની ભાજપના નેતાઓ દ્વારા શોધખોળ હાથ ધરવાના પ્રયાસો થઇ રહ્યાં છે પક્ષ માટે લોહી પાણી એક કરનારાને આ પદ પર મહોર લાગે તેમ છે.

ગત વિકમાં જસદણ નગરપાલિકામાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપના મોવડીઓએ એવી સરસ વ્યવસ્થા ગોઠવી કે પાલિકામાં પાંચ કોંગ્રેસના સભ્યો હોવાં છતાં વિરોધ પક્ષમાં બેસવાને બદલે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખને મત આપ્યાં આવા સુંદર આયોજન બાદ હવે કારોબારી ચેરમેન પણ મોવડીઓ પક્ષને ગતિશીલ બનાવે એવાં સભ્યોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

જસદણ નગરપાલિકામાં સાત વોર્ડના ર૮ સભ્યોમાંથી ચૂંટાયેલા સભ્યો છે ભાજપ કોંગ્રેસના દરેક સભ્યોએ ભાજપના મેન્ડેટ મુજબ જ પ્રમુખ ઉપપ્રમુખને મત આપ્યાં હતાં ત્યારે આગામી સામાન્ય સભામાં અઢી વર્ષ માટે કારોબારી ચેરમેનની નિમણુંક અંગે ભાજપના મોવડીઓએ ફરી પાછી કવાયત હાથ ધરી છે.

(12:00 pm IST)