Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગર : મારી દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ છે તેમ કહેતા લોખંડના પાઇપ વડે હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ : મેઘપર પોલીસ સ્ટેશનમાં જયશ્રીબેન વશરામભાઈ મથર એ ફરીયાદ નોંધાવી છે કે, જોગવડ મહાદેવના મંદિર પાસે ફરીયાદી જયશ્રીબેનની દિકરી તૃપ્તી સાથે આરોપી નિલેશ નંદભાઈ વાસુ એ ભાગીને પ્રેમલગ્ન કરેલ હોય અને જોગવડ ગામ રહેવા આવતા રહેલ હોય આરોપી નિલેશ છત ઉપર ઉભો હોય ફરીયાદી જયશ્રીેબેન આરોપી નીલેશ નંદભાઈના ઘરે જઈ કહેલ કે મારી દિકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે હવે છત ઉપર કેમ ઉભા છો જેથી આરોપી નિલેશએ ગાળો કાઢી આરોપીઓ નિલેશ નંદભાઈ તથા આનંદભાઈ વાસુ એ ઘરમાં પડેલ લોખંડનો પાઈપ લઈ આવી આરોપી નિલેશએ ફરીયાદી જયશ્રીબેનને કપાળે જમણી બાજુ આરોપી આનંદભાઈ વાસુ કપાળના ડાબી બાજુ ઘા કરી ગંભીર ઈજા કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફર્નીચરના રૂપિયા લેવા બાબતે બઘડાટી

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ મોહનભાઈ ભારડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સરદારનગર શેરી નં.૭ માં રહેતા ફરીયાદી કિશોરભાઈએ બે વર્ષ પહેલા આરોપી ચેતનભાઈ સોનીની દુકાનનું ફર્નીચરનું રૂપિયા ર૪૦૦૦નું કામ રાખેલ હોય જેની બાકી નીકળતા રૂ.૭૦૦૦ ફરીયાદી કિશોરભાઈને આરોપી ચેતનભાઈ સોની પાસેથી લેવાના થતા હોય જે રૂપિયા ના દાગીના લેવા માટે ફરીયાદી કિશોરભાઈએ તેમના પુત્રવધુ ને આરોપી ચેતનભાઈ ની દુકાને મોકલેલ તો આરોપી ચેતનભાઈ સોનીએ ફરીયાદી કિશોરભાઈની પુત્રવધુને જેમ–ફાવે તેમ ભુંડી ગાળો બોલેલ અને ફરીયાદી કિશોરભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા નવ ઝડપાયા

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, વાંઝાવાસ, કાદરી ચોક, આરોપી અબ્બાસભાઈ ઉમરભાઈ જીવરાણીના રહેણાક મકાને બહારથી અન્ય માણસો આરોપીઓ સલીમભાઈ ગફારભાઈ કાસ, યાસીનભાઈ મહમદ અબ્બાસભાઈ શેખ, કાદર ગફારભાઈ રાજકોટીયા, રફીકભાઈ રજાકભાઈ ઈજારાવાલા, અલી મુસાભાઈ મનોરીયા, સફીક મામનભાઈ ટીટોડી, યુસુફભાઈ અલીમામાદ દરજાદા, બશીર ઈસ્માઈલભાઈ નગીનવડીવલ, રે. જામનગરવાળા ઘોડીપાસાનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી કુલ રોકડા રૂ.૩૯,૧૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:51 pm IST)