Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગરમાં કોર્ટ કેસના સમાધાન માટે બઘડાટી : સામસામી ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ : સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શીરાજ જુમાભાઈ ખીરા એ ફરીયાદ નોંધાવી છે કે, મહારાજા સોસાયટીમાં ફરીયાદી શીરાજભાઈ ઘર પાસે ફરીયાદી શીરાજભાઈ તથા સાહેદો અબ્દુલ વલીમામદ તાપાણી, સલીમ વાલીમામદ તાપાણી, સદામ વલીમામદ તાયાણીની બેન એ અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતે સમાધાન માટે ગયેલ જયાં બન્ને વચ્ચે ઝઘડો થતા સમીર ઉર્ફે બાપુડી ફરીયાદી શીરાજભાઈના ઘર પાસે ગાળો કાઢી બહાર બોલાવતા આરોપી અબ્દુલ વલીમામદ તાપાણી, સલીમ વાલીમામદ તાપાણી એ ફરીયાદી સીરાજભાઈને તલવાર વડે ફરીયાદી શીરાજભાઈના બંન્ને પગમા તલવારના ઘા મારી ફરીયાદી શીરાજભાઈને જમણા અને ડાબા પગમાં ફેકચરની ઈજા કરી તથા આરોપી સદામ વલીમામદ તયાાણી તથા સમીર ઉર્ફે બાપુડી ને લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદી શીરાજભાઈને માથામા ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તસલીમબેન વલીભાઈ તાયાણી ફરીયાદ નોંધાવી છે કે, રાજ સોસાયટી જામનગરમાં ફરીયાદી તસલીમબેને અગાઉ છ મહીના પહેલા હાજી અયુબ ખફી વિરૂઘ્ધ ફરીયાદ કરેલી હોય અને જે કેશ નામદાર કોર્ટમાં ચાલુ હોય જે કેશ પાછો ખેચવા બાબતેનો ખાર રાખી આરોપીઓ સલીમખાન, સલીમખાનનો દિકરો, જાકીર યુનુસ કલરવાળો, જુમાભાઈ ખફી, શિરાજ સુમરો, રે. જામનગરવાળો ફરીયાદી તસલીમબેનના ઘરે પાસે આવી આરોપી સલીમખાને પોતાના હાથમાં તલવાર રાખી ફરીયાદી તસલીમબેનના ડાબા પગમા લત મારી જેમ ફાવે તેમ ગાળો તથા આરોપી સલીમખાન હાથમાં છરી રાખી તથા આરોપી જાકીર યુનુસ એ ફરીયાદી તસલીમબેનને તથા સાહેદોને ગાળો આપી તથા આરોપી શિરાજ સુમરાએ છરી લઈ ફરીયાદી તસલીમબેનના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે બે ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, સીધેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર લખમણભાઈ અરજણભાઈ, બાવનભાઈ રૈયાભાઈ છેલાણી, રે. મેલાણગામવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ મેકડોવેલ નં.૧, સુપીરીયર વ્હીસ્કી ઓરીઝનલ દારૂની બોટલ નંગ–૭, કિંમત રૂ.૩પ૦૦નો પોતાના કબ્જા ભોગવટાના હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેના નં. જી.જે.–૧૦–બી.એમ.–૩૩પ૦ વાળુ કિંમત રૂ.૧પ૦૦૦માં લઈ નિકળતા ગુનો કરી એકબીજાને મદદગારી કરી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:51 pm IST)