Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વિસાવદર તાલુકાની સૌથી મોટી ૩૨ ગામની ખંભાળિયા જૂથ સહકારી મંડળીની ચુંટણી બિનહરીફ

વિસાવદરઃ  વિસાવદર તાલુકાની ખંભાળિયા ખેડૂત જૂથ સહકારી મંડળીની ચુંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામે તમામ ૯ ડિરેકટરો  ચૂંટણીમા બિનહરીફ થયેલ છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ના માર્ગદર્શન હેઠળ અને ભાજપ સહકારી આગેવાન જેન્તીભાઇ ભુવાના નેતૃત્વમાં યોજાયેલી ચૂંટણીની આ પેનલ 'સમરસ' બની છે.મંડળીના ચાલુ ડિરેકટર શ્રી બાપલુભાઈ જેબલિયા અને   વલ્લભભાઈ દુધાત્રા , લલિતભાઈ પાઘડાળ (દાદર) દ્વારા ફોર્મ પરત ખેંચી ખેડૂત મંડળી અને સહકારી પ્રવૃત્તિ મજબૂત કરવા માટે આ ત્રણે પોતાની ઉમેદવારી પરત ખેંચી આ પેનલ ને બિનહરીફ કરેલ છે. ભાજપ આગેવાન જેન્તીભાઇ ભુવાની પેનલને બિનહરીફ કરવા માટે તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઈ સાવલિયા અને તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ કોટિલા એ ે જેહમત ઉઠાવી હતી. સંસ્થાના મેનેજર નારણભાઈ દુધાત્રા તેમજ ડી.આર. જૂનાગઢ ના પ્રતિનિધિ  લીંબાસીયા સાહેબ દ્વારા સમરસ થયેલી આ બોડીની ચૂંટણી ને સંપન્ન કરેલ છે તેમ કોટીલાની યાદીમાં જણાવાયું છે

(12:52 pm IST)