Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢમાં ઇ-મેમોનો દંડ ન ભરનારા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૮:  જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા સીસીટીવી કેમેરા આધારે વોચ રાખી, શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ઈ મેમો આધારે દંડ નહિ ભરતા  ર્ંવાહન ચાલકો વિરુદ્ઘ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની કાર્યકાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે.

ઇ ચલણ ની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના દ્યરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે. પરંતુ, ર્ંઅમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવતા, આવા ઈ ચલન દ્વારા આપવામાં આવતા ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન ડીટેઈન કરવાની તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.ર્ં જેથી જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે અન્યથા તેવા ર્ંવાહન ચાલકોના વાહન ડીટેઇન કરવામાં આવશે અને વાહન ચાલકના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવર્શેં. જૂનાગઢના નાગરિકો પોતાના વાહનનુ ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે https://echallanpayment.gujarat.gov.in/  ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં, ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે 'નેત્રમ' કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ ખાતે દરરોજ ર્ં(રજાના દીવસોમાં પણ ચલણ ભરવાની બારી ખુલી રાખવામાં આવશે)ર્ંંરૂબરૂ ભરી શકાશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:53 pm IST)