Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ફિટ ઇન્ડીયા મૂવમેન્ટ અંતર્ગત યોગ તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રનનો કાર્યક્રમ

જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની બગાયત મહાવિદ્યાલય ખાતે ભારત સરકારના ફિટ ઇન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત યોગ તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રનનું તા. ૫/૯/૨૦૨૦ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ કુલસચિવ ડો.વી.પી.ચૌહાણ નિયામક વિદ્યાર્થીઓ કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર. માલમ તથા બાગાયત મહાવિદ્યાલયના ઇ/ચાં. આચાર્ય ડો.કે.એ.ખુંટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ શિક્ષક રાજુભાઇ રાવલે યોગ અંગે માર્ગદર્શન પુરૂ પાડેલે કાર્યક્રમમાં બાગાયત મહાવિદ્યાલયના તમામ અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. યોગના વિવિધ આસનો તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રનમાં ભાગ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમના આયોજ માટે બાગાયત શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.ડી.કે.વરૂ તથા રાષ્ટ્રીય સેવા આયોજનના પ્રોગ્રામ ઓફીસર પ્રો.એચ.વી.વસાવાએ જહેમત ઉઠાવી હતી.

(12:53 pm IST)