Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢના ફેઝલ પઠાણની પિસ્ટલ, તમંચો, બે કાર્ટીસ સાથે ધરપકડ

એસઓજીનું સફળ ઓપરેશન - સોદાગરની શોધખોળ

(વિનુ જોશી)જુનાગઢ તા.૮ : જુનાગઢના ફૈજલ પઠાણની રાત્રે એસઓજીએ પિસ્ટલ, તમંચો, બે કાર્ટીસ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીઆઇજી મનીન્દરસિંઘ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એસઓજીના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી અને પીએસઆઇ જે.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ પી.એમ. ભારાઇ વગેરે ગત રાત્રે જુનાગઢમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે જમાલવાડી વિસ્તારમાં રહેતા ફેઝલખાન નાસીરખાન પઠાણ (ઉ.વ.ર૧) નામનો શખ્સ ફરજાના હોલ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

આથી એસ.ઓ.જીના સ્ટાફે ફૈઝલની તલાશી લેતા તેની પાસેથી પરવાના વગરનો દેશી  બનાવટનો તમંચો તથા પિસ્ટલ અને બે જીવતા કાર્ટીસ મળી આવતા  તેની ધરપકડ કરવામાં આવી હતી.

એસ.ઓ.જી.એ રૂ.પ૦૦૦નો તમંચો તથા રૂ.૧પ હજારની પિસ્ટિલ મળી કુલ રૂ.ર૦,ર૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પુછપરછમાં હથિયારો તેમજ કાર્ટીસ જુનાગઢનો સરફરાજ ઉર્ફે સેબુ આમદ પંજા પાસેથી મેળવ્યા હોવાનું  ખુલતા એસ.ઓ.જીના પીએસઆઇ શ્રી વાળાએ શખ્સનો સોદાગર સરફરાજની શોધખોળ હાથ ધરી છે.

(12:55 pm IST)