Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢમાં પોણા લાખનો દારૂ પકડાયો

જુનાગઢ તા.૮ : નીચલા  દાતારમાં રહેતો અલી ઉર્ફે બબલુ રફીકભાઇ મકરાણી તેની પોતાની ઓટો રીક્ષા જીજે-૩-એકસ-૮૬૪૮ નંબરની રીક્ષામાં ઇગ્લીશદારૂની પેટીઓ ભરી દુબળી પ્લોટ આદર્શ સ્કુલ ઢોરા ઉપરથી વાણંદ સોસાયટીમાં થઇ તેના ઘરે ઉતારવાનો છે.  તેવી હકીકત મળતા પંચો સાથે નીચલા દાતાર તહોના ઘર પાસે વોચમાં રહી ઉપરોકત વર્ણન વાળી રીક્ષા આવતા રેઇડ કરી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની પેટીઓ નંગ-૮ બોટલો નંગ-૯૬, કિ.૪૦,૦૮૦ તથા ઓટોરીક્ષા કિ. રૂ.૩૦,૦૦૦નો મુદામાલ આવતા કબ્જે કરી એ ડીવી પો. સ્ટે. પ્રોહી કલમ ૬પ-ઇ,  મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.

એ ડીવી પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર અર.જી.ચૌધરી તથા પો. હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો. કોન્સ. સુભાષભાઇ ધીરૂભાઇ તથા પો. કોન્સ. અનકભાઇ ભીખુભાઇ તથા પો. કોન્સ. દિનેશભાઇ રામભાઇ તથા પો. કોન્સ વનરાજસિંહ બનેસિંહ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ રાણીંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

ગીરનાર દરવાજા ચામુંડા ઢોરા ઉપર રહેતા એભાભાઇ મેરૂભાઇ ચાવડા તથા તેનો ભાઇ લખનભાઇ મેરૂભાઇ ચાવડા બંન્નેએ મળી તેના મકાનની પાછળના ભાગે ઉપરકોટની દિવાલ પાસે અવાવરૂ જગ્યામાં ઇગ્લીશ દારૂની પેટીઓ સંતાડી રાખેલ છે જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીશ દારુની માસ્ટર મુમેટ ધ ફીનેસ્ટ વ્હીસ્કીની બોટલો નંગ ૮૯ કિ. ૩પ,૬૦૦નો મુદામાલ મળી આવતા કબ્જે કરી એ ડીવી  પો.સ્ટે. પ્રોહી. કલમ ૬પ-ઇ-૮૧ મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.

પો. સબ. ઇન્સ. આર.જી.મહેતા તથા પોે.હેડ કોન્સ. વિક્રમસિંહ અમરાભાઇ જુંજીયા તથા પો. કોન્સ સુભાષભાઇ ધીરૂભાઇ તથા અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા વનરાજસિંહ બનેસિંહ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા રાજુભાઇ ભાયાભાઇ તથા સંજયભાઇ ધીરજલાલ તથા નિલેશભાઇ ખીમાભાઇ વિગેરે પોલીસ સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(12:58 pm IST)