Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ધોરાજીમાં કોરોના પોઝિટિવનો બ્લાસ્ટ : એક દિવસમાં 45 કેસ : કુલ કેસ 652 ને પાર.

ધોરાજી માં કોરોના પોઝિટિવ કેસનો આંક આજ દિન સુધીનો સૌથી વધુ 45 નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધોરાજી:ધોરાજી માં આજે એકજ દિવસમાં કોરોના પોઝિટિવના કુલ 45 કેસ આવતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે.
ખાસ કરીને શહેરી વિસ્તારમાં મોટા ભાગના કેસો આવ્યા છે. જેમાં નગરપાલિકાના 14 કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.ગતરોજ કોરોના પોઝિટિવના 607 કેસો હતા જે આજે એકજ દિવસના વધુ 45 આવતા કુલ આંક 652 પાર કરી ગયો છે.
 ધોરાજીના એક જ દિવસમાં ૪૫ કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે તંત્ર વામણું સાબિત થયું છે
આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવતા શા માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ચાલુ કરવામાં આવતું નથી તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે આ સમયે સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ મૌન કરીને બેઠા છે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે ધોરાજીની જનતા ભગવાન ભરોસા ઉપર હોય તેવું જણાઈ રહ્યું છે હાલમાં લોકો પોતે જ સ્વયંભૂ સાવચેતી રાખે તો જ સારું કોઈની આશા ન રાખે તે બાબતે પણ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ વ્યાપી ગઈ છે

(9:04 pm IST)