Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

માળિયામાં મીઠાના અગરના પાળા તોડી નાખવાનો વહેમ રાખી મારામારી : વાહનો સળગાવ્યા.

મોરબી :  માળિયા પંથકમાં જીંગા મારવા ગયેલા યુવાનોને મીઠાના અગરના પાળા તોડી નાખવાનો વહેમ રાખી મારામારી કરી હતી અને ચાર શખ્સોએ મારામારી બાદ વાહનો સળગાવી દઈને નુકશાન કાર્યની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયાના નવા અંજીયાસરના રહેવાસી સિકંદર જુસબ જંગીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ વલુ આમદ કટીયા, રણમલ હાજી નોતીયાર, સલીમ ફતેમાંમદ કટીયા અને મહેબુબ હાજી સાયચાએ મારામારી કરી વાહનોમાં આગ લગાવી નુકશાન કર્યું હતું જે બનાવમાં ફરિયાદી સિકંદર જુસબ જંગીયા બાઈક જીજે ૩૬ કયું ૧૬૦૮ અને સલીમ જુસબ મોવર તેનું બાઈક જીજે ૦૩ સીએફ ૨૦૯૨ લઈને આંકડિયા વાંઢ સુરજબારી ક્રિક પાસે જીંગા મારવા ગયા હોય ત્યારે આરોપીઓ આવીને મીઠાના અગરના પાળા તોડી નાખો છો અહી જીંગા મારવા નહિ આવવાનું કહીને મીઠાના અગરમાં કોઈ નુકશાન કરતા નહિ કહી ગાળો આપી મારામારી કરી હતી
અને પથ્થર ઘા મારી ઈજા કરી ચાર મોટરસાયકલને આગ ચાપી દઈને આશરે રૂ ૪૦ હજારનું નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ મારામારી, ધમકી આપવી અને વાહનો સળગાવી નુકશાન કરવાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(10:03 pm IST)