Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો.

માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો.

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાંથી પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે તો અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાંથી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશ મેર રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને દેશી દારૂ ૮૦ લીટર કીમત રૂ ૧૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી સિકંદર કાદર ભટ્ટી રહે વિસીપરા મોરબી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો
માળિયા તાલુકાના વીરવિદરકા ગામ નજીકથી પોલીસે દેશી દારૂ બનાવવાના આથા સાથે એક ઈસમને ઝડપી લીધો છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરવિદરકા ગામથી રાયસંગપર જવાના રસ્તે નદીના કાંઠા પાસેથી આરોપી મકબુલ ગફુર સામતાણી રહે વીરવિદરકા તા. માળિયા વાળાને ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો આથો ૨૦૦ લીટર કીમત રૂ ૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(10:05 pm IST)