Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભુજ એપીએમસી બહાર ઉભેલી આધાર-પૂરાવા વગરના ૩.૯૦ લાખની કિંમતના ઘઉંના જથ્થા સાથે ટ્રક ઝડપાઇ

પોલીસે ટ્રકમાંથી ૧૯ હજાર ૫૧૫ કિલોગ્રામ ઘઉંની ૪૦૦ બોરીઓ જપ્ત કરી

ભુજ એપીએમસી બહાર રોડ પર આધાર-પૂરાવા વગરના ૩.૯૦ લાખની કિંમતના ઘઉંના જથ્થા સાથે ઉભેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે. પોલીસે GJ-12 AU-9386 નંબરની ટ્રકમાંથી ૧૯ હજાર ૫૧૫ કિલોગ્રામ ઘઉંની ૪૦૦ બોરીઓ જપ્ત કરી છે. માર્કેટ યાર્ડ બહાર રહેલી ટ્રકમાં આધાર-પૂરાવા વગરનો ઘઉંનો જથ્થો હોવાની બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસની ટૂકડીએ ટ્રકની તલાશી લીધી હતી. ટ્રક ડ્રાઈવર અભુ મામદ સુમરા (રહે. ભુજ) પાસેથી ઘઉંના જથ્થા અંગે કોઈ આધાર-પૂરાવા મળ્યાં નથી.

પોલીસે શક પડતાં મુદ્દામાલ તરીકે ટ્રક અને ઘઉંનો જથ્થો સીઝ કરી ડ્રાઈવરની અટક કરી છે. બનાવની તપાસ કરી રહેલાં એએસઆઈ પંકજ કુશ્વાહાએ જણાવ્યું કે આ મામલે માર્કેટ યાર્ડના વેપારીઓનું ધ્યાન દોરાયું છે. પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે.

(10:16 pm IST)