Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વિપક્ષ વિહીન ગોંડલ પાલિકાનું જનરલ બોર્ડ મળ્યુ : ૩૯ એજન્ડાને બહાલી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સદસ્ય અશ્વિનભાઇ રૈયાણીની બોર્ડ ઓફ ડિરેકટર્સમાં નિમણૂક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૮: વિપક્ષ વિહીન ગોંડલ નગરપાલિકાનું જનરલ બોર્ડ પ્રમુખ શીતલબેન કોટડીયાની અધ્યક્ષતામાં પાલિકા કચેરી ખાતે મળવા પામ્યું હતું જેમાં ૩૯ એજન્ડાઓ ને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી જેવા શહેરમાં અનેક વિકાસના કામો હાથ ધરાશે તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાલિકાના સદસ્ય અશ્વિનભાઈ રૈયાણી ની બોર્ડ ઓફ ડિરેકટર્સમાં નિમણૂક કરાઈ હતી.

સર્વાનુમતે બહાલી કરવામાં આવેલ એજન્ડામાં લાલપુલ, ઉમવાડા તેમજ આશાપુરા અંડરબ્રિજમાં કલાત્મક ચિત્રકામ, નાણાપંચ વર્ષ ૨૧-૨૨ એન્ટાઇડ ગ્રાન્ટ પ્રથમ હપ્તા પેટે રૂપિયા ૧૦૨.૧૨ લાખની ગ્રાન્ટ gmfb તરફથી ફળવાયેલ હોય અંતર્ગત કામ નક્કી કરાશે, ભગવત પરા ની હરભોલે સોસાયટી નીલકંઠ સોસાયટી રામેશ્વર સોસાયટી તેમજ કૃષ્ણ ભાગના વિસ્તારોમાં નવા બાગ બગીચા બનાવાશે, ટેકનિકલી નવા કર્મચારીઓની ભરતી કરવા સરકારમાં મંજૂરી માંગવામાં આવશે તેવા વિગેરે એજન્ટોને સર્વાનુમતે મંજૂરી મળી હતી આ જનરલ બોર્ડમાં પાલિકાના ૪૪ સદસ્યો હાજર રહ્યા હતા.

(10:35 am IST)