Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દ્વારકાધીશ ભગવાનના દર્શને રાઘવજીભાઇ પટેલ : આજે જૂનાગઢમાં પરિભ્રમણ

જન આશિર્વાદ યાત્રામાં ઠેર-ઠેર ઉમળકાભેર સ્વાગત : સંતો - આગેવાનો દ્વારા સન્માન

રાઘવજીભાઇ પટેલે દ્વારકાધીશ ભગવાન અને આરાધનાધામના દર્શન કર્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૮ : રાજ્ય મંત્રી રાઘવજીભાઇ પટેલની જન આશિર્વાદ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે રાઘવજીભાઇ પટેલે ખંભાળીયા - જામનગર હાઇવે ઉપર આવેલ શ્રી આરાધનાધામ તથા સાંજે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા હતા. આજે રાઘવજીભાઇ પટેલની જન આશિર્વાદ યાત્રાનું જૂનાગઢમાં પરિભ્રમણ થઇ રહ્યું છે.

ધ્રોલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : દેવભુમી દ્વારકા જીલ્લામા કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલની જન આશિર્વાદ યાત્રાનુ પરિભ્રમણ થઈ રહયું છે. રાઘવજીભાઇઅ આરાધના ધામના દર્શન કર્યાઙ્ગ હતા. સાંજે દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાઘવજીભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરાધના ધામ ખાતે દર્શન કરી, આશીર્વાદ મેળવ્યા તથા સૌના સ્વસ્થ, સુખી અને સમૃદ્ઘિમય જીવનની ભગવાન જિનેશ્વરના ચરણોંમાં પ્રાર્થના કરી હતી જનતાના આશીર્વાદ લેવા માટે ની શરૂઆત કરી હતી.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ આજે શુક્રવારના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. તેઓશ્રી જન આશીર્વાદ યાત્રામાં સહભાગી થશે.

સવારે ૮.૩૦ કલાકે ગીરનાર રોપ વેની મુલાકાત, અંબાજી મંદિર ખાતે દર્શન, ૯.૩૦ કલાકે ભવનાથ મંદિર દર્શન, ૧૦ કલાકે દોલતપરામાં જનઆશીર્વાદ યાત્રા સ્વાગત કાર્યક્રમમાં, ૧૦-૧૫ કલાકે આંબેડકર ચોક ખાતે જનઆશીર્વાદ યાત્રા, ૧૦.૩૦ઙ્ગ કલાકે માર્કેટીંગ યાર્ડ ખાતે બેઠકમાં રહેશે. તેઓશ્રી  ૧૧-૩૦  કલાકે લેઉવા પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક એસ. એલ પાર્ક, ૧૫-૩૦ કલાકે અગ્રાવત ચોક ખાતે જનઆશીર્વાદ યાત્રા સન્માન કાર્યક્રમમાં, ૧૫-૪૫ કલાકે ખલીલપુર રોડ ખાતે જનઆશીર્વાદ યાત્રા સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મંત્રીશ્રી ૧૬-૧૫ કલાકે શિવમ પાર્ટી પ્લોટ ખાતે જનઆશીર્વાદ યાત્રા સન્માન કાર્યક્રમમાં, ૧૬-૩૦ કલાકે સિધ્ધનાથ મંદિર ખાતે જનઆશીર્વાદ યાત્રા સન્માન કાર્યક્રમમાં, ઙ્ગ૧૭ કલાકે ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે જનઆશીર્વાદ યાત્રા સન્માન કાર્યક્રમમાં, ૧૮-૦૦ કલાકે સ્વામી મંદિર ખાતે જનઆશીર્વાદ યાત્રા સમાપન કાર્યક્રમમાં ઙ્ગઉપસ્થિત રહેશે.

(10:38 am IST)