Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ગાંધીનગર ખાતે મેરોથોન મિટીંગ.

મોરબી : પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં, શિક્ષણમાં તથા શિક્ષકોને પડતી વિવિધ મુશ્કેલીઓનો અભ્યાસ કરી દુર કરાવવા માટે સંગઠન દ્વારા રચના કરવામાં આવેલ સમિતિની બેઠક શિક્ષણ વિભાગ સાથે યોજાઇ હતી જેમાં શિક્ષકો પાસે લેવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ ,એકમ કસોટીઓ, સ્કૂલ ઓફ એક્સલન્સ, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ નું ડેટા કલેક્શન અને CCC ની કામગીરી સહિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અભ્યાસ સમિતિના કુલ 25 પૈકી 22 હાજર સભ્યો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ , માન.પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોશી માધ્યમિક શિક્ષણ નિયામક એચ.એન.ચાવડા જી.સી. ઈ.આર.ટી.નિયામક ટી.એસ.જોષી સાથે બપોરે બે વાગ્યા થી સાડા સાત વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાઇ ખૂબ સકારાત્મક વાતાવરણમાં અને ઉપસ્થિત તમામ પ્રાથમિક, માધ્યમિક ની ટીમ ને પોતાની વાત રજુ કરવાની સંપૂર્ણ તક આપતી યોજાએલ બેઠક માંપ્રાથમિક શાળા, શિક્ષણ અને શિક્ષકોના નીચે પ્રમાણેના વિષયો ની ચર્ચા કરવામાં આવી,એકમ કસોટીઓ ઓછી કરવામાં આવે, બી.એલ.ઓ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે.
ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવામાં આવે, પાઠ્યપુસ્તકો સમયસર મળેશિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રાખવામાં આવે, ઈન્સ્પેક્ટર રાજ માંથી હેન્ડ/ હોલ્ડિંગ ( સુપરવિઝન માર્ગદર્શન ની ભુમિકા માં હોય) કરવામાં આવેપ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો જેવાકે,બદલી થયેલા શિક્ષક મિત્રોને કોઈ બાધ વગર ઝડપથી છુટા કરવામાં આવે,તાલુકા બહાર ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં સમાવેશ કરવામાં આવે,વતનનો નિયમ દુર કરી બદલી નો લાભ આપવામાં આવે,વધ થયેલા એચ.ટાટ.અને શિક્ષકોને પરત લાવવામાં આવે,વ્યાયામ શિક્ષકોને સળંગ એકમમા ગણવામાં આવે, પગાર ફિક્શેશન માટે એસ.બી ખૂબ ઓછા સમયમાં એલ.એફ. કચેરીમાંથી નિકાલ થાય,શિક્ષક રેશિયો સુધારવામાં આવે,બદલીના અનેક નિયમોમાં સુધારો કરવામાં આવે,બોન્ડમાં રહેલા શિક્ષક મિત્રોના બોન્ડ દુર કરવામાં આવે અથવા સમય ગાળો ઘટાડો કરવામાં આવેશિક્ષકોની હાજરી પુરવાનો સમય વધારવામાં આવે Spl , પ્રસુતિની રજાઓ,CRC BRC ના વિષયો સહિત સંગઠન દ્વારા આપવામાં આવેલા 111 પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી દિવાળી પહેલાં તમામ પ્રશ્નો ઉકેલાશે એવી અત્યંત ખાત્રી પૂર્વક ડો.વિનોદ રાવ તથા નિયામક મહેશભાઈ જોષીની વાત ઉપરથી ચોક્કસ સંગઠનને પણ વિશ્વાસ થયો છે અગાઉ ત્રણ દિવસની બેઠક કો દરમિયાન 42 જેટલા લેવાયેલા નિર્ણયોની ફાઈલ ક્લિયર થઈ જશે દિવાળીના દિવસો શિક્ષક મિત્રો આનંદ થી મનાવશે, માધ્યમિક શિક્ષણ, શાળા તથા શિક્ષકોના પ્રશ્નો
પ્રવાસી શિક્ષક અંગેની નવી નીતિ નક્કી થયેલ છે. ટૂંક સમયમાં આવી જશે. જેમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધશે.ઉચ્ચતર પગાર ધોરણને ભવિષ્યમાં પી.એફ.એમ.એસ. દ્વારા ઓનલાઇન મંજૂર કરવાનું શરૂ થશે. જેથી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલનો શ્રેયાન ક્રમાંક ઓનલાઇન પડશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આના કારણે ઉચ્ચતર પગાર ધોરણની મોટા ભાગની ફરિયાદોનો અંત આવશે.
બદલીના કિસ્સામાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં પતિ-પત્નીના કિસ્સામાં એક ની નોકરી ગ્રાન્ટેડ શાળામાં હશે તથા બીજાની પ્રાથમિક શાળામાં હશે તો પ્રાથમિક શાળાના શિક્ષકને દંપતી કિસ્સામાં બદલીનો લાભ મળે તે અંગે નિર્ણય લેવાઈ ગયો છે. ટૂંક સમયમાં જાહેરાત થશે. અત્રે નોંધનીય છે કે આ મુદ્દા અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફાજલના કાયમી રક્ષણની પોલીસીની જેમ જ, ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ મળે તેવી પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. અન્ય કિસ્સામાં બદલી અંગેની રજૂઆત પ્રક્રિયા ચાલુ છે.
ઓનલાઇન કામગીરીમાં પડતી તકલીફ, શાળા દીઠ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન શાળા દીઠ, એકમ કસોટીનો ઝેરોક્ષ ખર્ચ, જૂના શિક્ષક તથા ખાલી જગ્યાઓની ભરતી તેમજ અન્ય બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.
અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ટૂંક સમયમાં તેનો ઉકેલ આવશે.
આગામી સોમવારે ફરીથી નિર્ણાયક બેઠક બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોની માગણીઓ પૂરી કરવા માટે આપેલું આશ્વાસન આપેલ છે.

(10:55 am IST)