Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પોરબંદરઃ કોરાનાના સંજોગોને લીધે ચૂંટણી સમયે રેલી-સભા ઉપર પ્રતિબંધ મુકવા એનસીપીની માગણી

પોરબંદર તા.૮ : રાજકીય પાર્ટી દ્વારા ચુંટણી સમયે રેલી સભા અને ભોજન સમારંભ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા પોરબંદર એન.સી.પી.ના શહે ર અધ્‍યક્ષ ચિરાગભાઇ પંડયા તથા જિલ્લા અધ્‍યક્ષ એ.આર. જોષીએ માગણી કરી છ.ે
પોરબંદર જીલ્લા રાષ્‍ટ્રવાદી કોંગ્રે પાર્ટી અધ્‍યક્ષ શ્રી અરવિંદકુમાર આર.જોષી તથા પોરબંદર શહેર અધ્‍યક્ષ ચિરાગભાઇ આર. પંડયા તેમજ જીલ્લા મહાસચિવ મૌલિકભાઇ વિસાવડીયા દિપેનભાઇ થાનકી, ધીરેનભાઇ લોઢારી નિતેશભાઇ પરમાર, કવિનભાઇ વાજા. સિધ્‍ધરાજસિંહ જેઠવા, રવિભાઇ અડેદરા, સંજયભાઇ ઝાલોરીયા, કિશોરભાઇ જાદવ, દિલીતભાઇ જેઠવા ગોવિંદભાઇ ચામુંડીયા કનુભાઇ ચામુંડીયા, યોગેશભાઇ પંડયા, દિપેશભાઇ ખેર રાણાભાઇ ખિસ્‍તરીયા, નવીનભાઇ થાનકી તેમજ અન્‍ય હોદેદારોએ ગુજરાત હાઇકોર્ટ તેમજ ચુંટણી કમિશનરને આવેદન પત્ર મોકલી રજુઆતમાં જણાવેલ કે રાષ્‍ટ્રીય તેમજ પ્રદેશીક પાર્ટી દ્વારા ચુંટણી સમયે રેલીઓ સભામાં અને ભોજન સમારંભ કરવામાં આવે છે ત્‍યારે હજારો માણસો અને કાર્યકરો ભેગા કરવામાં આવે છેગુજરાતમાં હાલના સંજોગોમાં કોરોના સાંક્રમિત દર્દીઓનો વધારો થવાનો ભય રહે છે.તેમજ એક બાજુ સરકાર માણસો ભેગા કરવા ઉપર પ્રતિબંધ મુકેલ છે જેમાં વધુ ૪૦૦ માણસોજ ભેગા કરવાનું ફરમાન કરવામાં આવેલ છે આવુ સરકારનુ ફરમાન શુ ફકત ગુજરાતની આમ જનતા માટેજ લાગુ પાડવામાં આવે કે, ગુજરાતની જનતા ઉપર આવો સરકારનો હુકમ ગુજરાતની જનતાને અન્‍યાય કરવા સમાન છે. પરંતુ આ સરકાર નો હુકમ કોઇપણ રાજકીય પાર્ટીને લાગુ પડતો નથી.

 

(11:02 am IST)