Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઓખામાં આદ્યશકિતની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો શુભ પ્રારંભ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૮ :.. ઓખા ગામના અનોખા દશ માતાજીના મંદિરો અને બે બેટ ટાપુના માતાના મંદિરો સાથે ૧ર મંદીરોમાં પ્રથમ નોરતાથી બાળાઓ દાંડીયા અને ગરબા સાથે ચાચરના ચોકમાં રાસ ગરબાની રમઝટ બોલાવે છે.

આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે નવરાત્રી યોજાઇ છે.

ગાયત્રી જ્ઞાન મંદિર, ધડેચી માતા મંદિર, સતીમાંતા મંદિર અને અંબામા ના સદીયો પુરાના મંદિરોમાં છંદ અને દુવાની રમઝટ આ નવરાત્રી દરમ્યાન રહેશે. અને દરીયા કિનારે આવેલ ખોડીયાર માતાના મંદિરે આ નવરાત્રી દરમ્યાન માતાજીના નવ સ્વરૂપોના દર્શન સાથે ઓખા મંડળના માતાજીના પરમ ભકત દાનેશ્વર સ્વ. ચેતનભાઇ પબુભા માણેકના દિવ્ય આત્માના શાંતી અર્થે મંદિરના ચાચર  ચોકમાં તેમનું વિશાળ બેનર રાખીને માતાની આરાધના સાથે અર્વાચીન ગરબાની ધુનમાં નાની બાળાઓ રાસે રમે છે.

(11:31 am IST)