Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હળવદ તક્ષશિલા સંકુલ રાસ સ્પર્ધામા પ્રથમ

 હળવદ : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગર પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા મોરબી મુકામે યોજાઈ ગઈ. રાજય સરકાર દ્વારા આયોજિત ભાઈઓની રાસ સ્પર્ધામાં અઘારા પારસ એન્ડ ગ્રુપે ગુજરાતી રાસ ની રમઝટ બોલાવી હતી.તો અર્વાચીન ગરબા સ્પર્ધામાં કણઝરિયા વિમલ એન્ડ ગ્રુપે પારંપરિક વસ્ત્રપરિધાન કરી ગરબે ઘૂમી પ્રથમ નંબર મેળવી ધૂમ મચાવી હતી. જયારે પ્રાચીન રાસ કેટેગરીમાં કૈલા જૂલી એન્ડ ગ્રુપે મોરબી જીલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો હતો. આગામી સમયમાં રાજય કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં તક્ષશિલા સંકુલની અર્વાચીન ગરબા મા બહેનોની ટીમ અને રાસની ભાઈઓની ટીમ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમ સમયે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નિયતિબેન અંતાણી અને રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા ઉપસ્થિત રહ્યા હતા. જયારે શાળાના મેનેજિંગ ડિરેકટર ડો. મહેશ પટેલ અને એકિટવીટી કન્વીનર મારૂનિયા જયંતિ એ અભિનંદન પાઠવ્યા હતા. આ કૃતિ તૈયાર કરવામાં ડાન્સ ટીચર દેવ રાઠોડ અને ભાવેશ દલવાડી, વાનાણી શકિત સંગીત શિક્ષક જયદીપ સચાણીયા, મેહુલ ગઢવી અને રામાનુજ જાનકીએ ભારે જહેમત ઉઠાવી હતી. મંજીરાવાદક તરીકે નવ વર્ષના છોટે ઉસ્તાદ પરેચા કલ્પે પરર્ફોમન્સ આપેલ.

(11:35 am IST)