Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કચ્‍છમાં કોપી કરતા ઝડપાયેલા બે કોલેજીયન છાત્રોએ પ્રોફેસરોને ખુરશી ઉગામી છરી બતાવતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૮: કચ્‍છ યુનિવર્સિટી દ્વારા સેમેસ્‍ટર ૫ અને ૬માં નાપાસ થયેલા છાત્રોની ચાલતી પરીક્ષા દરમ્‍યાન ઝડપાયેલ કોપી કેસમાં છાત્રોએ કરેલી ધાકધમકી એ ચકચાર સર્જી છે.
ભુજની લાલન કોલેજમાં ફ્‌લાઇંગ સ્‍કવોડ દ્વારા થઈ રહેલ ચેકીંગ દરમ્‍યાન બે છાત્રો કુલદીપસિંહ સોઢા અને મહાવીરસિંહ ચતુરસિંહ સોઢાને પ્રોફેસરો ડો. ગૌરવ ઠાકોર અને ડો. રિતેશ ટંડેલે મોબાઈલ માંથી કોપી કરતાં ઝડપી પાડયા હતા. કોપી કેસમાં ઝડપાયા બાદ બન્ને છાત્રોએ ફલાઇંગ સ્‍કવોડના પ્રોફેસરો સામે ખુરશી ઉગામી છરી બતાવી ધાક ધમકી આપી હતી. ચકચાર સર્જતા આ બનાવ અંગે કચ્‍છ યુનિવર્સિટીના ઇન્‍ચાર્જ રજિસ્‍ટ્રાર તેજલ જીતેન્‍દ્ર શેઠે ભુજ એ ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. (૨૨.૧૭)

 

(11:41 am IST)