Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગુજરાતમાં વકીલોના રક્ષણ માટે 'એડવોકેટ પ્રોટેકશન બીલ'ની આવશ્યકતા : સરકારમાં ધારદાર રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮ : ગુજરાતમાં વકીલોના રક્ષણ માટે 'એડવોકેટ પ્રોટેકશન બીલ'આવશ્યક હોવાનુ જણાવી રાજયકક્ષાની સ્વૈચ્છિક સંસ્થા 'ટીમ ગબ્બર'એ આ મુદ્દે રાજય સરકારને ધારદાર વિસ્તૃત રજુઆત કરી છે.

ટીમ ગબ્બરનાં સ્થાપક કીર્તિભાઈ ગજેરા (એડવોકેટ,સુરત) તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ રાજય સરકારને લેખીતમાં જણાવ્યું છે કે,તાજેતર માં મીડિયા/સમાચાર પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી વકીલો પર ધાક ધમકી,હુમલાઓ તેમજ હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા છે.

જો આવી રીતે વકીલો ઉપર પોતાની પ્રેકિટસ દરમ્યાનના કામો અંગે દ્વેષ રાગ રાખી હુમલાઓ કરવામાં આવે તો ન્યાય અપાવવાનું કામ કોણ કરશે..? હાલમાં રાજકોટ જિલ્લાના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલના વાળ ખેંચી મહિલા મહિલા ઉપર ફરજ રૂકાવટ કર્યાની ફરિયાદ દાખલ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વકીલ પોતાની ફરજના ભાગ રૂપે પોલીસ સ્ટેશન જતા હોય છે અને વકીલને પોતાના માટે અંગત કોઈ દ્વેષભાવ સ્થાનિક પોલીસ સાથે કયારેય હોતો નથી તેમ છતાં વકીલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવું મહિલા વકીલની રજુઆત છે જેથી મહિલા વકીલ પર ફરીયાદ દૂર કરી મહિલા વકીલને ન્યાય મળે તે માટે જવાબદાર સામે પગલાં ભરવા અને વકીલોને રક્ષણ માટે પોલીસ સ્ટેશનમાં કયારેય ફરિયાદ દાખલ કરતાં પહેલાં પરમિશન લેવાની અને વકીલને પોતાના બચાવ માટે તક આપી ત્યારબાદ જ ફરીયાદ દાખલ કરવા નિયમ બનાવવા જોઈએ સાથે સાથે વકીલોના રક્ષણ માટે'એડવોકેટ પ્રોટેકશન બીલ' તાત્કાલિક અસરથી લાવવા એડવોકેટ નયનભાઇ જોશીએ માંગ કરી છે.

(12:52 pm IST)