Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા વોકેશનલ તાલીમનો શુભારંભ

 જુનાગઢ : કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત પાંચ દિવસીય વોકેશનલ તાલીમોનો આ પાંચ દિવસીય વોકેશનલ તાલીમોનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સીટીમાનનીય કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણ, સંશોધન નિયામક અને કુલસચિવશ્રી ડો. પી. એમ. ચૌહાણ, કૃષિઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ અને ડીન તથા ચેરમેન ડો. એન. કે. ગોંટીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો. વી. આર. માલમ, સહ સંશોધન નિયામકશ્રી ડો. પી. મોહનોત, કૃષિ મહાવિદ્યાલયનાપ્રિન્સીપાલ ડો. એચ. એમ. ઉપાધ્યાય, એ.બી.એમ. કોલેજના પ્રિન્સીપાલ ડો. સી. ડી. લખલાણી, આઈ.ટી. નિયામક ડો. કે. સી. પટેલતથાઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. કે. બી. ઝાલા શુભારંભ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે ડો. એચ.પી. ગર્ગ, સીનીયર કન્સલ્ટન્ટ, એન.આઈ.એસ.સી. ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડો. એન.એસ. રાઠોરે,  કુલપતિ, એમ.પી.યુ.એ.ટી.,ઉદયપુર, ડો. પી. સી. બર્ગલે, હેડ ઓફ ટેકનોલોજી ટ્રાન્સફર ડિવીઝન, આઈ. સી.એ.આર., સી.આઈ.એ.ઈ., ભોપાલ તેમજ ડો. એસ. એન. ઝા, આસીસ્ટન્ટ ડાયરેકટ જનરલ, પ્રોસેસ એન્જિનિયરીંગ, આઈ. સી.એ.આર., ન્યુ દિલ્હી જેવા મહાનુભાવો અને તજજ્ઞોએ ઓનલાઈન ઉપસ્થિત રહીને ઉદઘાટન સમારોહમાં હાજરી આપેલ. આવોકેશનલ તાલીમો માટે બનાવવામાં આવેલ કોમ્પેડીયમનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે તાલીમાર્થીઓ માટે વિમોચન કરવામાં આવેલ.  કાર્યક્રમના અંતે ડો. કે. બી. ઝાલા, પ્રાધ્યાપક અને વડા, એફ.એમ. પી.ઈ. વિભાગ દ્વારા આભારદર્શન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. બંસીબેન એમ. દેવાણી દ્વારા કરવામાં આવેલ. આ ઉદઘાટનમાં ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ. કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ, કૃષિયુનિવર્સીટીના વિવિધ વિભાગોના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ,વિવિધ કમિટી ના કન્વીનર તથા સભ્ય, પ્રાધ્યાપકો તેમજ કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ હાજર રહેલ.

(12:53 pm IST)