Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રૂપીયા પહોંચાડવાની ધમકી આપી જો રૂપીયા ન આપે તો દુકાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલનાર ઇસમને પકડી પાડતી ખંભાળીયા પોલીસ

ખંભાળીયા, તા., ૮: રેન્જ વડા સંદીપસિંહ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તથા સુનીલ જોશી પોલીસ અધિક્ષક દેવભુમી દ્વારકાની સુચના મુજબ દેવભુમી દ્વારકા જીલ્લામાં સાયબર ક્રાઇમના ગુન્હા શોધી આચરનાર આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી  કરવા અંગે નાયબ પોલીસ અધિક્ષક હિેરેન્દ્ર ચૌધરીનું સુપરવીઝન તથા એલસીબી પીઆઇ જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લાના સાયબર ક્રાઇમ સેલ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર પી.સી.શીંગરખીયાના રાહબરી હેઠળ સાઇબર ક્રાઇમના ગુન્હા અંગે જરૂરી કાર્યવાહી કરી ગુન્હો શોધી કાઢેલ છે.

ફરીયાદી દ્વારા ક્રાઇમ સેલ, દેવભુમી દ્વારકા ખાતે ફરીયાદ કરેલ કે અજાણ્યા ઇસમે અરજદારના મેઇલ આઇડી ઉપર ધમકી ભર્યા મેઇલ કરેલ તેમજ પ૦,૦૦૦ રૂપીયાની માંગણી કરેલ. જો આ કામના ફરીયાદી રૂપીયા નહી આપે તો ફરીયાદી અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ સમય મર્યાદામાં જો રૂપીયા નહી આપે તો ફરીયાદીની દુકાનને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેશે એ રીતે મેઇલમાં આરોપીઓ બોમ્બના ફોટો મોકલી ફરીયાદીને ધમકાવી, ડરાવી રૂપીયાની માંગણી કરેલ હતી. ઉકત વિગતની ફરીયાદ મળતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવેલ અને ગણતરીના દિવસોમાં જ ઇમેલ કરનાર આ કામના ફરીયાદીનો પાડોશી જ હોય જેને પકડી પાડી પુરાવાઓ એકઠા કરી ગુન્હો શોધી કાઢેલ છે.

કલ્યાણપુર પોલીસ સ્ટેશન જીલ્લો દેવભુમી દ્વારકા સાયબર ક્રાઇમને લગત ગુ.ર.નં. ૧૧૧૮પ૦૦૩ર ૧૧૩૮૮/૨૧ ઇ.પી.કો. કલમ ૩૮૪, ૩૮પ, પ૦૬ (ર), પ૦૭ મુજબનો ગુન્હો તા.પ-૧૦-ર૦ર૧ના રોજ નોંધવામાં આવેલ અને જે અન્વયે તપાસ કરેલ. જેમાં આરોપીએ તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મેઇલ આઇડી બનાવેલ બાદમાં સાયબર સેલ દેવભુમી દ્વારકા દ્વારા વિવિધ ટેકનીકલ એનાલીસીસ તથા સબ સ્ક્રાઇબર ડીટેઇલના આધારે ઉપરોકત મેઇલ આઇડી બનાવનાર તથા વપરાશ કરનાર આરોપી ઇસમ હિરેન મુળજીભાઇ બારાઇ રહે. જુવાનપુર તા.કલ્યાણપુરને શોધી કાઢી પુછપરછ કરતા કબુલાત આપેલ.

આ કામગીરીમાં (૧) પી.સી.શીંગરખીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર સાયબર ક્રાઇમ સેલ (ર) એફ.બી.ગગનીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર કલ્યાણપુર પોલીસ સ્ટેશન (૩) ધરણાંતભાઇ ખીમાભાઇ બંધીયા પો.હેડ કોન્સ. સાયબર સેલ (૪) નરેન્દ્રસિંહ દીલીપસિંહ રાઠોડ પો.કોન્સ. સાયબર ક્રાઇમ સેલ (પ) મુકેશભાઇ અરજણભાઇ કેશરીયા પો.હેડ કોન્સ. સાયબર ક્રાઇમ સેલ (૬) ભીખાભાઇ એન.ગીગીયા, એ.એસ.આઇ. એસઓજી (૭) હરદેવસિંહ જી.જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી. (૮) હરપાલસિંહ યુ. જાડેજા એએસઆઇ એસઓજી (૯) મુકેશભાઇ એસ.વાઘેલા પોલીસ હેડ કોન્સ. કલ્યાણપુર પોલીસ સ્ટેશન (૧૦) પરબતભાઇ સાજણભાઇ વરૂ, પોલીસ હેડ કોન્સ. કલ્યાણપુર પોલીસ સ્ટેશન (૧૧) કનુભાઇ અરશીભાઇ ચાવડા, પોલીસ હેડ કોન્સ. કલ્યાણપુર પોલીસ સ્ટેશન (૧ર) મયુરભાઇ ખીમજીભાઇ ગોજીયા પોલીસ હેડ કોન્સ. કલ્યાણપુર પોલીસ સ્ટેશન રોકાયા હતા.

(12:53 pm IST)