Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભાજપ શાસિત ધ્રોલ પાલિકામાં વિપક્ષી નેતાએ માંગેલી માહિતી એક મહિનો થયો આપતા નથી?

ધ્રોલ તા. ૮: ભાજપ શાસીત ધ્રોલ નગરપાલીકાના વહીવટમાં મોટા કૌભાંડો ચાલી રહ્યા હોવાના અનુસંધાને નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડીયલ દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારી, ચીફ ઓફીસર પાસે માહીતી માંગવામાં આવેલ પરંતુ એકાદ માસ પછી પણ આ માહીતી આપવામાં ન આવતા આ બાબતે ચીફ ઓફીસર સામે પ્રાદેશીક કમીશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.

નગરપાલીકા ખાતે યોજવામાં આવતી સામાન્ય સભાની મિનિટ બુક સભા દરમ્યાન જ જે કોઇ નિર્ણયો લેવાય તે અંગેની ઠરાવ સહિતની કાર્યવાહી કરીને સભાને અંતે હાજર સભ્યોની મીનીટ બુકમાં સહીઓ લેવાની કાર્ય પધ્ધતી અમલમાં છે ત્યારે ધ્રોલ નગરપાલીકા, દ્વારા સામાન્ય સભાની મિનિટ બુક પ થી ૬ મહિના સુધી ખુલી રાખી અને પાછળથી ઠરાવ કરવામાં આવતા હોય તેમજ સભ્યને મિનિટ બુકની કોપી પણ આપવામાં આવતી ન હોય અને આ બાબતે પણ પ્રાદેશીક કમિશ્નર સમક્ષ રજુઆત કરીને વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડીયલે તાકીદે યોગ્ય કાર્યવાહી કરીને નગરપાલીકામાં ચાલતી ગેરરીતીઓ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

(12:56 pm IST)