Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સાવરકુંડલામાં જયનારાયણભાઇ જોશીનો નદીમાંથી મૃતદેહ મળ્યા બાદ મોતના કારણની તપાસ

(દિપક પાંધી - ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૮ : સાવરકુંડલા કે.કે. હાઇસ્કુલ પાછળ નાવલી નદીમાં પાણીમાં ડુબી ગયેલ એક આધેડની લાશ મળી હતી.

ઙ્ગ સાવરકુંડલાની કે.કે હાઇસ્કુલ પાછળ લાશ પડી હોવાની આજુબાજુના લોકોને થતા લોકોએ નગરસેવક નાસિર ચૌહાણ ને જાણ કરતા નગરસેવક નાસિર ચૌહાણ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચીને ટાઉન પોલીસ સ્ટે.ના પી.આઈ.ગોસ્વામી સાહેબ ને જાણ કરતા પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

તારીખ ૭/૧૦/૨૦૨૧ને ગુરુવારે રાતના ૮ વાગ્યા આસપાસ સાવરકુંડલા કે.કે હાઈસ્કૂલ ના પાછળ ભાગમાં આવેલા નાવલી નદીમાં પાણીમાં ડૂબેલી લાશ ત્યાંથી પસાર થતા કોઈ માણસ જોઇ જતા તેને આજુબાજુના લોકોને બુમો પાડી ભેગા કરતા ત્યાંના સ્થાનિક લોકોએ જાગૃત પત્રકાર અને નગરસેવક નાસિર ચૌહાણને જાણ કરતા નગરસેવક તત્કાલ બનાવના સ્થળે હાજર થઇ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટે.ના પી.આઈ ગોસ્વામીને જાણ કરતા પી.આઈ ગોસ્વામી.બીટ જમાદાર અમનભાઈ કાજી. પો.કો. ખોડુભાઈ સહિત નો સ્ટાફ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચીને તપાસ કરતા મારનારનું નામ જયનારણભાઈ ભગીરથભાઈ જોશી (ઉ.વર્ષ ૫૨, રહે.ફ્રેન્ડ સોસાયટી સાવરકુંડલા વાળા) હોવાનું જાણવા મળેલ બાદમાં મારનારના દીકરાને જાણ કરી હતી. મૃતદેહને પી.એમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવેલ. અને મરનારનુ પાણીમાં પડી જવાથી મોત થયું હોવાનું લોકો માની રહ્યા છે. પરંતુ ખરી હકીકત શુ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

(1:14 pm IST)