Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કલીન ઇન્ડીયા થીમેટીક કાર્યક્રમ

 જુનાગઢઃ આઝાદી કા અમૃત મહોત્સવના કલીન ઇન્ડીયા થીમેટીક ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં. ૧પ માં આવેલ સ્વામી વિવેકાનંદ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે સેેગ્રીગેસની ટ્રેનીંગ અને સરકારી વસાહતોમાં આઇઇસી તથા પ્લાસ્ટીક  વેસ્ટ કલેકશનની માહીતી આપવામાં આવેલ. જયારે આ કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશનર આર.એમ.તન્ના સ્ટેન્ડીંગ  કમીટી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, સેનીટેશન ચેરમેન વાલભાઇ આમછેડા કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂ, નાયબ કમિશનર જે.એન.લીખીયા, સેનીટેશન સુપ્રી. કલ્પેશભાઇ ટોલીયા, વોટર વર્કસ ઇન્જીનીયર અલ્પેશભાઇ ચાવડા ઇલે. ઇજનેર હાજાભાઇ ચુડાસમા, પર્યાવરણ ઇજનેર રાકેશભાઇ ત્રિવેદી, સ્ટેબલ સુપરવાઇઝર વિનાયક ગૌસ્વામી તથા વિવેકાનંદ સંકકુલ આઇટીઆઇ બહાઉદીન કોલેજ અધ્યાપન મંદિર, સરકારી આયુર્વેદીક મહાવિદ્યાલયના સ્ટાફ શિક્ષકો, વિદ્યાર્થીઓ, મ્યુનીસીપલ કોમ્પલેક્ષના ખેલાડીઓ રમત-ગમતના અધિકારીઓ અને સ્ટાફ તેમજ વોર્ડ નં. ૧પના અગ્રણી મશરીભાઇ ઓડેદરાની ઉપસ્થિતિમાં કલીન ઇન્ડીયા થીમેટીક કાર્યક્રમ યોજાયો.

(1:17 pm IST)