Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જુનાગઢ - વંથલી - વિસાવદરમાં એક ઇંચ: મેંદરડામાં પોણો ઇંચ : માણાવદર અને કેશોદમાં ઝાપટાં

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ ::: આજે બપોરના ૨ થી ૪ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ઝાપટાંથી માંડીને એક ઈંચ વરસાદ વરસ્યો છે જેમાં જુનાગઢ -  વંથલી - વિસાવદરમાં એક ઇંચ: મેંદરડામાં પોણો ઇંચ :  માણાવદર અને કેશોદમાં ઝાપટાં વરસ્યા છે.

       આજે સવારથી અસહ્ય ઉકળાટ રહ્યા બાદ બપોર પછી વરસાદ શરૂ થતા ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

(4:33 pm IST)