Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ : ગુંદા, ઢેબર, વાનાવડ, મોટા કાલાવડ માં વીજળીના કડાકા સાથે વરસાદ

ગુંદા ગામે રોડપર વરસાદી પાણી વહેતા થયા ભર બપોરે અહસ્ય બફારા વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાં રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણ માં પણ પલટો આવ્યો છે ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે,ગુંદા, ઢેબર,વાનાવડ, મોટા કાલાવડ માં વીજળીના કડાકા સાથે વરસાદ નું આગમન થયું છે 

ભાણવડ ના ગુંદા ગામે રોડપર વરસાદી પાણી વહેતા થયા હતા. મોસમનો 140%થી વધુ વરસાદ હોવા છતા હજુ વરસાદ પડી રહ્યો છે. ભર બપોરે અહસ્ય બફારા વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી    નવરાત્રી ના સમયે વરસાદ ના કારણે ખેલૈયાઓ મૂંઝવણ માં મુકાયા છે

(5:49 pm IST)